રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુુરતમાં 1 હજાર કરોડના ખર્ચે બનશે સરદારધામ યુનિ.

06:09 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

સુરતના વેલંજા-પારડી રોડ, અંત્રોલી ખાતે 5000 કરોડ રૂૂપિયાના ખર્ચે 31 વિઘા જમીનમાં 2000 દીકરા-દીકરીઓ માટેના છાત્રાલય (ઈન્સ્ટીટ્યૂટ), સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યૂડીશરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ડિફેન્સ એકેડેમી, સ્કીલ ડેવલપમેન્ટ, વર્કશોપ સહિતની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાયુક્ત પ્રથમ ફેઝના સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ વેળાએ દાતાઓ દ્વારા એક જ દિવસમાં 68 કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય દાતાજયંતીભાઈ બાબરીયાએ 11 કરોડ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે ફોરમબેન વરસાણી(આફ્રિકા)એ 05 કરોડ સહિત સેંકડો દાતાઓએ 2 કરોડથી લઇને 25 લાખ રૂૂપિયાનું દાન આપ્યું છે. આગામી 15 દિવસોમાં વધુ 32 કરોડનું ફંડ પ્રાપ્ત થશે.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા વર્ષોથી વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતને આવરી લેતા સરદારધામ થકી યુવાઓ સમાજ અને દેશનું ભાવિ ઘડાશે.

કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત: 2047નો સંકલ્પ લીધો છે, જેમાં સરદારધામ જેવા શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રકલ્પો પૂરક બનશે અને વિકસિત ભારતની યાત્રાને બળ આપશે. સમાજના આગેવાનોએ શિક્ષણના આ યજ્ઞમાં ખુલ્લા હાથે દાન કરીને શિક્ષણની યજ્ઞવેદીમાં આહુતિ આપીને સમાજનું ઋણ અદા કર્યુ છે. અભ્યાસકીય તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે ઉત્તમ વ્યવસ્થા નિર્માણ માટે ડગ માંડનાર સમાજ શ્રેષ્ઠીઓની પહેલ બદલ સૌને શુભેચ્છા પાઠવી હતી.

સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, અખંડ ભારતના શિલ્પી, લોહપુરૂૂષ, યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના ઉચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ નિયત કરાયેલા પાંચ લક્ષબિંદુઓ અંતર્ગત સરદારધામ સંસ્થા હોસ્ટેલ પ્રોજેક્ટસ, ૠઙજઈ / ઞઙજઈ સિવિલ સર્વિસ સેન્ટર, ૠઙઇઘ, ૠઙઇજ અને યુવા સંગઠન દ્વારા સમસ્ત પાટીદાર સમાજની એકતા થકી ઉજજવળ ભવિષ્ય અને યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સરદારધામ પરિણામલક્ષી કામગીરી કરી રહ્યું છે.

આગામી સમયમાં સુરતમાં 1 હજાર કરોડના ખર્ચે સરદારધામ યુનિવર્સિટીનું નિર્માણ કરાશે એમ જણાવી ગગજીભાઈએ ઉમેર્યું કે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને સાકાર કરવા તેમજ યોગ્ય લાયકાત, હકારાત્મક અભિગમ અને પ્રતિભા ધરાવતા યુવાનો નાણા તેમજ સુવિધાના અભાવે શિક્ષણથી વંચિત રહી ના જાય અને સમાજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિની ધરોહર મુજબ સંસ્કાર સાથેનું પરવડે તેવું શિક્ષણ મળી રહે તે નિર્ધાર સાથે વાપીથી તાપી સુધીના દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આગામી 1 હજાર દિવસમાં અત્યાધુનિક સરદારધામ નિર્માણ પામશે.

Tags :
gujaratgujarat newsSardar Dham Universitysuratsurat news
Advertisement
Next Article
Advertisement