For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સફાઈ કામદારોનું મનપામાં હલ્લાબોલ, નારેબાજી કરી કચેરી ગજવી

05:46 PM Jul 31, 2024 IST | admin
સફાઈ કામદારોનું મનપામાં હલ્લાબોલ  નારેબાજી કરી કચેરી ગજવી

નવી ભરતી અને સ્વૈચ્છિક રાજીનામા સહિતના મુદ્દે કચેરીમાં ધામા નાખતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Advertisement

પદાધિકારી, અધિકારી અને પોલીસ અધિકારીઓએ બેઠક યોજી સફાઇ કામદારોને ઘટતું કરવાની ખાતરી આપી

મહાનગર પાલિકાના સફાઈકામદારોની નવી ભરતી તેમજ રાજીનામા મંજુર કરવા સહિતના મુદ્દાઓને લઈને આજે ફરી વખત રાજકોટ વાલ્મીકી સંકલન સમિતિ દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે એકઠા થઈ નારેબાજી કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. પરંતુ રજૂઆત સફળ ન થતાં 500થી વધુ સફાઈકામદારોએ મનપાની કચેરીમાં ધામા નાખી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ઘરે નહીં જઈએ તેવી ચીમકી ઉચ્ચારતા તંત્રએ પોલીસના ધાડે ધાડા કોર્પોરેશનકચેરીમાં ગોઠવી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું.

Advertisement

રાજકોટ વાલ્મીકી સંકલન સમિતિના 600થી વધુ સફાઈ કામદારોએ આજે કોર્પોરેશન કચેરીએ આવી સફાઈ કામદારોની ભરતી અને રાજીનામા સહિતના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીમાં અવાર નવાર આંદોલનો, રેલીઓ, ધરણા, અપવાસની છાવણીઓ નાખવામાં આવેલ જેના અનુસંધાને તારીખ:02-03-2019 ના જનરલ બોર્ડમાં ઠરાવ નં. 1702/2018-19 સફાઈ કામદારોની 441 ની ભરતી માટે ઠરાવ કરવામાં આવેલ. તેના ફોર્મ બાર પાડવામાં આવતા 1600 જેટલા લોકોએ કોરોનાની મહામારી જેવા સમયમાં હાડમારી વેઠી કોર્પોરેશન દ્વારા ભરતીમાં ફોર્મમાં માંગેલ કાગળો (ડોકયુમેન્ટ) પુરા કરેલ હાલમાં 4 મહીના અંદાજે જનરલ બોર્ડમાં ઠરાવ થયેલ અગાઉના ઠરાવ 2019 ના અને હાલના ઠરાવમાં ભરતીના નિયમો પાત્રતા એક જ છે. તો અગાઉ જે ફોર્મ ભરેલા છે તે મુજબનો ડ્રો કરી તાત્કાલીક સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે. આ ફોર્મ ભરવામાં 2019 માં જે ફોર્મ ભરેલ તેમાં અરજદારોને વારસાઈ આંબો તથા બીજા અન્ય ડોકયુમેન્ટો માટે ઘણો મોટો ખર્ચ થયેલ છે.

સફાઈ કામદારના સ્વૈચ્છિક રાજીનામા માટે માંગવામાં આવતા મેડીકલ સર્ટીફીકેટમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી બદલાય કે સિવિલ હોસ્પિટલના અધિકારી કે ડોકટર બદલાય તેમ તેના અર્થઘટનો પણ બદલાય છે જેનો ભોગ સફાઈ કામદારોએ બનવુ પડતું હોય સ્વૈચ્છિક રાજીનામામાં મેડીકલ સર્ટીફીકેટ કે એવી કોઈપણ પ્રથા કાઢી નાખીને સીધા જ રાજીનામા મંજુર કરવા. રાજીનામાની અરજી આપ્યા બાદ ત્રણ મહીનામાં જ તેનો નિકાલ કરવો. સફાઈ કામદારો દ્વારા સરભંગનગર પ્લોટ નં. 626ના રહેવાસીઓને વૈકલ્પિક જગ્યા આપવા તેમજ સાટાખતની લોન લીધેલ હોય તેઓને શરત મુજબ પેનલટી વ્યાજ વસુલ કરવા અને મિત્ર મંડળ સખી મંડળમાં કામ કરતા સફાઈકામદારોના વેતનમાં વધારો કરવા સહિતની રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement