નાગરિક બેંકની ચૂંટણીમાં સંઘની વિચારધારાનો વિજય
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં 1953થી આજદિન સુધીમાં પાંચ વખત ચુંટણી યોજાયેલી. તે પૈકી ચુંટણી 2024માં સંઘ વિચારધારા અને સામુહિક નેતૃત્વ હેઠળની સહકાર પેનલનો ભવ્ય વિજય થયો છે. તા. 19ને મંગળવારે મતગણતરી પૂર્ણ થયેલ ત્યારે સંઘ પ્રેરીત સહકાર પેનલના કુલ 15 ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી થયેલા છે અને અગાઉ સહકાર પેનલના 6 (છ) ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા હોય રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 21 બેઠક ઉપર સહકાર પેનલનો ભવ્ય વિજયી બન્યા છે અને આ વિજય સંઘની વિચારધારા અને સંઘની શિસ્તનો વિજય છે. તેમ ચુંટાયેલા ડિરેકટરોએ જણાવ્યું હતું. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી 2024માં સહકાર પેનલના 21 વિજેતા ડિરેકટરો હસમુખભાઈ ચંદારાણા, માધવભાઈ દવે, સીએ. ચંદ્રેશભાઈ ધોળકિયા, અશોકભાઈ ગાંધીસીએ. બ્રિજેશભાઈ મલકાણ, દેવાંગભાઈ માંકડ, ડો. નરશીભાઈ જે. મેઘાણી, કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા, વિક્રમસિંહ પરમાર, જીવણભાઈ પટેલ, દિનેશભાઈ પાઠક, ચિરાગભાઈ રાજકોટિયા, સીએ. ભૌમિકભાઈ શાહ, શ્રીમતી જ્યોતિબેન ભટ્ટ, કિર્તીદાબેન જાદવ ઉપરાંત બિનહરીફ વિજેતામાં : નવીનભાઈ પટેલ (રાજકોટ) (એસસી / એસટી અનામત), સુરેન્દ્રભાઈ પટેલ (અમદાવાદ), સીએ. દીપકભાઈ બકરાણીયા (મોરબી), મંગેશભાઈ જોશી (મુંબઈ), હસમુખભાઈ હિંડોચા (જામનગર), લલીતભાઈ વોરા (ધોરાજી) વગેરે ગુજરાત મિરરની મુલાકાતે આવ્યા હતા.
આ ચૂંટણીનું સૌથી અગત્યનું પાસું એ છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના પૂર્વ ચેરમેનો પૈકી સ્વ. જન્મશંકરભાઈ અંતાણી, સ્વ. કેશવલાલ પારેખ, સ્વ. એ. પી. મહેતા, સ્વ. પ્રાણલાલભાઈ જોશી, સ્વ. અરવિંદભાઈ મણિઆર, વજુભાઇ વાળા, સ્વ. લાલજીભાઈ રાજદેવ, સ્વ. ચંદ્રકાંતભાઈ પાવાગઢી, જ્યોતિન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, કલ્પકભાઈ મણિઆર, શૈલેષભાઇ ઠાકર અને કાર્યકારી ચેરમેન જીમ્મીભાઈ દક્ષિણી સુધીના સૌના નેતૃત્વ હેઠળ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની રાજકોટ સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં 38 શાખાઓ મારફત સાડા ત્રણ લાખ સભાસદોનો કાયમી વિશ્વાસ કાયમ રહ્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.નું 10 હજાર કરોડનું ટર્ન ઓવર થકી વિકાસમાં મહત્વનું યોગદાન રહેલુ છે. એટલું જ નહીં વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં નીતિવિષયક નિર્ણયો માટેનું આંતરિક માળખું બોર્ડ ઓફ ડીરેકટર અને શાખા વિકાસ સમિતિ નિયમિત રીતે એક ટીમ તરીકે કાર્યરત હોય છે. આ ચૂંટણીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નોટિફિકેશન પ્રમાણે 8 વર્ષ કરતા વધુ સમય બેંકમાં ડીરેક્ટર ન રહી શકે તે ધ્યાનમાં રાખીને પ્રવર્તમાન બોર્ડના 10 ડીરેક્ટરો જીમીભાઈ દક્ષિણી, શૈલેષભાઇ ઠાકર, નલીનભાઈ વસા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, ટપુભાઇ લીંબાસિયા, અર્જુનભાઇ શીંગાળા, હંસરાજભાઈ ગજેરા, દિપકભાઇ મકવાણા, શ્રીમતી રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઈ પારેખ ચૂંટણી લડેલ ન હતા. એટલું જ નહીં પરિવારવાદને પ્રોત્સાહન ન મળે તે માટે તેમના પરિવારમાંથી કોઈપણ બ્લડ રિલેશનવાળા ઉમેદવાર પણ પસંદ કરવામાં આવ્યા નથી.રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલને ભવ્ય વિજય અપાવવા બદલ બેન્કના ડેલીગેટસ, પરીવાર ક્ષેત્રના સૌ અગ્રણીઓ રાજકોટ જિલ્લાના કલેક્ટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને સમગ્ર ચૂંટણી ટીમનો સુચારુ સંચાલન માટે ખુબ જ ઉપયોગી બંદોબસ્ત માટે રાજકોટ પોલીસ તંત્રનો સહકાર પેનલના ઉમેદવારોએ આભાર વ્યક્ત કરેલ છે.