જૂનાગઢના સુખપુર નજીકના સનાતન આશ્રમને તોડી પડાતા સાધુ-સંતોમાં રોષ
- નોટિસ આપ્યા વગર તંત્રએ ડિમોલિશન કર્યાના આક્ષેપો : સેવકો કોર્ટના દ્વાર ખખડાવશે
જૂનાગઢના સીમાડે સુખપુર પાસે આવેલ સનાતન આશ્રમ ખાતે જવાબદાર તંત્રએ કોઈપણ નોટિસ આપ્યા વગર ડિમોલેશન હાથ ધરતા આશ્રમના મંદિરોના દેવી-દેવતાઓ તેમજ આશ્રમમાં રહી સેવા પૂજા કરતા સાધુ સંતોની હાલત ઉપર આપ નીચે ધરતી જેવી થઈ હતી જગ્યાના મહંતે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર પોલીસને સાથે રાખી ગઈકાલે તંત્રની ટીમ પહોંચી હતી કોઈપણ પ્રકારની રજૂઆત સાંભળ્યા વગર સીધી જ કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી હતી ઓચિંતી કાર્યવાહીના કારણે મંદિરોમાં દેવતાઓની પ્રતિષ્ઠિત મૂર્તિ હાલ કાટમાળ નીચે જમીનમાં દટાઈ જવા પામી છે તેમણે લોકોની ધાર્મિક લાગણી પર આ ઘટનાને વજ્રઘાત જેવી ઘટના ગણાવી હતી સાથે સાથે તેવું પણ જણાવ્યું હતું કે ગુલામીના કાળમાં સત્તાધીશો દ્વારા પણ આવું કૃત્ય આચરવામાં નતું આવ્યું કે ના તો કદી વિચરમીઓ દ્વારા હિન્દુ મંદિરોની આવી હાલત કરવામાં આવી હોય તેવી કોઈ ઘટના જાણવા મળી છે.
અંગે વિસ્તારો અનુસાર જૂનાગઢના સીમાડે વડાલ રોડ પર સુખપુર પાસે એલપીજી ગેસ પંપ સામે આવેલ સનાતન આશ્રમ આવેલ છે ત્યાં પૌરાણિક જગ્યા તરીકે ગણાતી નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલમંદિરના મહંત દિગંબર સાધુ રમેશ ગીરી ગુરુ મહંત રાજગીરી એ જણાવ્યું હતું કે આ આશ્રમના પ્રાંગણમાં અલગ અલગ દેવી દેવતાઓના નવ જેટલા મંદિરો આવેલા હતા ગઈકાલે તંત્રના જવાબદારો દ્વારા અગાઉથી કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર જેસીબી અને ટેકરો જેવા વાહનો લઇ આશ્રમ નો ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું તંત્રના જવાબદાર અધિકારીઓને વારંવાર વિનંતી કરી પૂછવા છતાં કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો આશ્રમ ની જગ્યા પૌરાણિક હોય અનેક સેવક સમુદાય પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી આજ કો અનુભવ્યો હતો તેમ જ આશ્રમના સાધુ સંતો અને સેવકોની ધાર્મિક લાગણી પણ દુભાણી હતી આશ્રમના અન્ય સંત દિગંબર સાધુ મહંત મંગલ ગીરી એ જણાવ્યું હતું કે આશ્રમમાં નિયમિત સંતો રહે છે અને જો કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય અને તેને તોડી પાડવા માટે ચોક્કસથી તંત્રને સહકાર આપવામાં આવત પરંતુ ડિમોલેશન કરવા આવેલ સરકારી તંત્રની ટીમ દ્વારા કોઈપણ પ્રકારનો સમય કે સુચના આપ્યા વગર સીધું જ ડિમોલેશન હાથ ધરવામાં આવતા આશ્રમમાં આવેલ અલગ અલગ નવ જેટલા મંદિરો ધરાસાઈ થઈ જતા તેના કાટમાળ નીચે અલગ અલગ દેવી દેવતાઓની પ્રતિક્ષિત મૂર્તિઓ દબાઈ જતા સાધુ સંતો તેમજ આશ્રમના સેવકોની ધાર્મિક લાગણી દુભાણી છે આગામી સમયમાં આ જગ્યા આહવાન અખાડા ના સંતો નીચે આવતી હોય આ સંદર્ભે અખાડાને પણ ફરિયાદ કરવામાં આવશે તેમજ આ ડિમોલેશન હાથ ધરનાર તંત્રની ટીમ સામે પણ ટૂંક સમયમાં જ કાયદાકીય લડતના મંડાણ કરવા નિર્ણય વ્યક્ત કર્યો હતો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ડિમોલેશનની કામગીરીને ગેર વ્યાજબી ગણાવી એક સમય ભારત ગુલામીમાં જીવતો હતો ત્યારે શાસકો પણ આટલી ક્રુરતાથી મંદિરો પર ના ત્રાટકે કે ના કોઈ વિચરમીઓએ મંદિરો પર આવા હુમલા કર્યા હોય તેવી વાત તેમને જાણવા હજુ સુધી નથી મળી આશ્રમમાં રહેતા સાધુ સંતો તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા સેવક સમુદાય દ્વારા આને લાછનરૂૂપ ઘટના ગણાવવામાં આવી હતી.