ધારેશ્ર્વર ડેરી, બ્રહ્માણી ફરસાણ, મિલન ખમણમાંથી નમૂના લેવાયા
ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા ગ્રાહકોને અખાધ અને વાશી ખોરાક ધાબડી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દૈનીક દરોડા પાડવા છતા પણ ધંધાર્થીઓ જાણે સુધરવાનું નામ નહીં લેતા હોય તેમ દૈનિક વાશી ખોરાક ઝડપાઇ રહ્યો છે. આજે પણ ફુડ વિભાગના દરોડામાં મંચુરિયન, પાંવભાજીનો જથ્થો ઝડપાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. મનપાએ ઉમીયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી અને કુવાડવા રોડ પર 28 જેટલા ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી જેમાં 13 વેપારી લાયસન્સ વગર ધંધો કરતા પકડાયા હતા તેમજ 28 સ્થળેથી વિવિધ ખાધચીજોના નમુના લેવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હુન્ડાઇ શોરૂૂમ પાસે, 80 ફૂટ રોડ, રાજકોટ મુકામે આવેલ જય માતાજી ચાઇનીઝ પંજાબી પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મંચુરિયનનો અંદાજીત 05 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, તેમજ તેની નજીક સાવરીયા પાઉંભાજી પુલાવસ્ત્રસ્ત્ર પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય પાઉંના પેક્ડનો અંદાજીત 04 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ધોરાજી ગાંઠિયા રથ, શ્રી યમુના ફરસાણ, ભગવતી શિખંડ, બજરંગ ડેરી ફાર્મ, સદગુરુ ડેરી ફાર્મ, બાલાજી ઘૂઘરા , પટેલ ચાઇનીઝ પંજાબી, નટરાજ પાન, જોકર ગાંઠિયા, શક્તિ કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના પાણીપુરી, મહાકાળી પાણીપુરી અને મારવાડી પાણીપુરી આપવામાં આવેલ.
ઉપરાંત ધારેશ્વર ડેરી ફાર્મ, બ્રહ્માણી ફરસાણ, મિલન ખમણ ખીરું, શ્રીમંદિર કોલ્ડ્રિંક્સ, ખોડલ ફરસાણ, ખોડિયાર જનરલ સ્ટોસ, બાલમુકુન્દ ફરસાણ , પટેલ ડાઈનીંગ હોલ, હિમાલયા સોડા, ઉગજ ડેઝર્ટસ એન્ડ શેક, કૈલાશ ભેળ, બજરંગ પાન કોલ્ડ્રિંક્સ, ચામુંડા ફરસાણ, ડાયમંડ શીંગ, ધીરજ ફરસાણની ચકાસણી કરવામાં આવેલ.