વેરાવળની 15 દુકાનોમાંથી સેમ્પલ લેવાયા
11:19 AM Oct 15, 2024 IST
|
admin
Advertisement
જિલ્લા કલેકટર જાડેજાની સૂચના બાદ ફૂડ ખાતાની ટીમ દ્વારા કડક કાર્યવાહી
Advertisement
જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા તાલાલામાં આવેલ પ્રસાદ ડેરી પ્રોડક્ટ્સ, માધવ એન્ટરપ્રાઈઝ, બંસીધર ડેરી ફાર્મ, ગુરુકૃપા ડેરી ફાર્મ વગેરેમાંથી પનીર, મીઠો માવો, દૂધના કુલ 19 સેમ્પલ લેવામાં આવ્યાં હતા.
તેમજ વેરાવળમાં રઘુવંશી ફરસાણ,અંબિકા ફરસાણ,ભવાની પ્રોવિઝન,શ્યામ ડેરી વગેરે કુલ 11 દુકાનોમાંથી ફરસાણ, ઘી, ચીઝ, પનીર વગેરે ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ તપાસણી અર્થે ફોરેન્સિક ખાતે મોકલી આપવામાં આવેલ આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉપરાંત તપાસમાં મળી આવેલ 33 કિલો અખાઘ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવેલ હતો.
Next Article
Advertisement