વિમલ-રજનીગંધા-રાજશ્રી પાન મસાલાના નમૂના લેવાયા
ફૂડ વિભાગનું 19 એકમોમાં ચેકિંગ, 10 કિલો બેકરી, ફરસાણનો સ્થળ પર નાશ
મનપાના ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં ગુટકા મસાલામાં નીકોટીનની હાજરીનો પર્દાફાશ કરી વિક્રેતા અને ઉત્પાદકોને દંડ તથા સજા ફટકારી છે. ત્યારે આજે ફરી વખત વિમલ-રજનીગંધા અને રાજશ્રી સહિતના વિખ્યાતા પાન મસાલના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ દૂધ, મંચુરિયનના નમૂના લેવામાં આવેલ તેમજ પોલ સ્ટાર કોમ્પ્લેક્ષ, ગિરિરાજ હોસ્પિટલની પાછળ, જગન્નાથ ચોક, રાજકોટ મુકામે આવેલ "ભોલા જનરલ સ્ટોર" પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ નમકીન તથા બેકરી પ્રોડક્ટસ વગેરે તપાસતા એક્સપાયરી ડેટ વીતેલ હોય કુલ 10 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે આપવામાં આવેલ હતી.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ રોડ, બોમ્બે હોટલ સામે, રાજકોટ મુકામે આવેલ "શ્રીરામ પંજાબી ચાઇનીઝ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ ખાદ્યચીજોનો કુલ 2 કી.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી, અંબિકા કોમ્પ્લેક્ષ, રૈયા રોડ, રાજકોટ મુકામે આવેલ "ન્યુ જલારામ રેસ્ટોરેન્ટ" પેઢીની તપાસ કરતા સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મહિલા કોલેજ બ્રીજ ઉપર, ભવાની ગોલાની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ "એન્જલ મદ્રાસ કાફે" પેઢીની તપાસ કરતા સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા ફૂડ લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
ફૂડ વિભાગે આજરોજ મિરા સેલ્સ એજન્સીમાંગી રાજશ્રી પાન મસાલા પેકેટ તેમજ પ્રતિક ટ્રેડસમાંથી રજનીગંધા ફેલ્વર તેજમ પાન મસાલા પેેકેટ તેમજ મહાદેવ પાન માસાલા વિમલ તથા ગજાનંદ ડેરી માથી મીકસ દૂધ તથા મહાદેવ ડેરીમાંથી ભેંસનુ દૂધ તેમજ આજીડેમ પાસેથી ટેન્કરમાંથી મીકસ દૂધ તેમજ પીઝાક્ધટ્રીમાંથી મંચુરિયન સહિતના સાત સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા.