For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દૂધ, ઘી અને બે દવાના નમૂના ફેઈલ, 4 એજન્સીને રૂા. 21 લાખનો દંડ

05:20 PM Aug 06, 2024 IST | Bhumika
દૂધ  ઘી અને બે દવાના નમૂના ફેઈલ  4 એજન્સીને રૂા  21 લાખનો દંડ
Advertisement

ફરાળી પેટીસના 18 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ, હાઈજેનિક કંડિશન અંતર્ગત નોટિસ અપાઈ

મનપાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા અલગ અલગ ચીજવસ્તુના નમુના લેવામાં આવેલ જેમાં ઘી તથા દૂધ અને બે અલગ અલગ પ્રકારની દવાઓના નમુના ફેઈલ થયાનો રિપોર્ટ આવતા અધિક કલેક્ટર દ્વારા ચારેય એજન્સીઓના માલીકને રૂા. 21,05,000નો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ ફૂડ વિભાગે આજરોજ 18 ખાદ્ય પદાર્થની પેઢીમાં ચેકીંગ કરી જલારામ નમકીનમાંથી 140 કિલો પેટીશનો નાશ કરી નોટીસ આપવામાં આવી હતી.

Advertisement

ફૂડ વિભાગ દ્વારા રૈયા રોડ પર આવેલ દેવપૂષ્પ મેડીકલમાંથી નુટ્રા કેશિયલનું સેમ્પલ લેવામાં આવેલ જેમાં સિન્થેટીક ફૂડ કલરની ભેળસેળ ખુલતા મિસબ્રાન્ડેડજાહેર કરી પેઢીના માલીક તેમજ હોલસેલર પેઢીને અને ઉત્પાદક સહિતનાને રૂા. 9.40 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે પંચનાથ પ્લોટ પેટ્શન ફાર્મામાંથી ડાયટેરી સપ્લીમેન્ટ ટેબ્લેટનો નમુનો લેવામાં આવેલ જેના પૃથકરણમાં વીટામીન સીની માત્રા ઓછી હોવાનું નિકળતા મિસ બ્રાન્ડેડ જાહેર કરી નમુનો આપનાર પેઢી તેમજ પેઢીના સ્ટોકીસ્ટ અને ઉત્પાદક પેઢી સહિતનાની 6.45 લાખનો દંડ તથા દાણાપીઠમાં આવેલ વોલગા કોર્પોરેશનમાંથી નયનદીપ સુધ્ધઘીનો નમુનો લેવામાં આવેલ જેમાં પૂથકરણના અર્થે ઘીમાં ફોરેન ફેટની હાજરી મળી આવતા મિસ બ્રાન્ડેડ જાહેર કરી વોલ્ગા કોર્પોરેશનને અને ભાગીદાર પેઢીને રૂા. 5 લાખનો દંડ અને રણુજા મંદિર પાસે આવેલ નંદનવન ડેરી ફાર્મમમાંથી મિક્સ દૂધનો નમુનો લેવામાં આવેલ જેમાં પૃથકરણના અંતે વેજીટેબલ ફેટની મિલાવટ જોવા મળતા સબ સ્ટાન્ડર્ડ પેઢીના સંચાલક તેમજ રિટેલર પેઢીના માલીક સહિતનાને રૂા. 20 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આમ અગાઉ લેવામાં આવેલ ઘી, દૂધ અને બે દવાના નમુના ફેઈલ થતાં ચારેય પેઢીના સંચાલકો અને ઉત્પાદક પેઢીને કુલ રૂા. 21,05,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જલારામ નમકીનમાંથી 140 કિલો વાશી પેટીસનો નાશ

શ્રાવણ માસની શરૂઆત થતાં જ ફરસાણના વેપારીઓએ પેટીસનો ધંધો શરૂ કરી દીધો છે. જેના લીધે ફૂડ વિભાગ દ્વારા પણ મકાઈના લોટમાંથી બનતી પેટીસનુંચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગઈકાલે અલગ અલગ 18 ફરાળી વાનગીઓના વિક્રેતાઓને ત્યાં ચકાસણીહાથ ધરતા ગુણાતીત મેઈન રોડ ઉપર આવેલ જલારામ નમકીન નામની દૂકાનમાંથી બિના આરોગ્ય સ્થિતિમાં રાખવામાં આવેલ વાશી પેટીસનો 140 કિલો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસ તથા વ્રતના તહેવારોને અનુલક્ષીને ફરાળી ચીજવસ્તુઓનો વ્યાપક પ્રમાણમા ઉપયોગ થતો હોય, ફૂડ વિભાગ દ્વારા ફરાળી લોટ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક/વિક્રેતાઓની કુલ-18 પેઢીઓમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે શ્રાવણની શરૂૂઆતમાં ફરાળી તુલસી બાગ સામે, ગુણાતીત મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ. પેઢીની તપાસ કરતાં અનહાઈજેનિક કન્ડિશનમાં ફરાળી પેટીશનું ઉત્પાદન થતું જોવા મળેલ તેમજ પેટીસનો જથ્થો બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલ હોવાનું માલૂમ પડતાં આશરે પેટીસનો કુલ મળી 140 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપેલ તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ- 2006 હેઠળ ફરાળી પેટીસનો નમૂનો લેવામાં આવેલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement