મનપાની શાળાના 1200 શિક્ષકોનો પગાર અટક્યો
ટેક્નિકલ કારણ દર્શાવી તંત્રએ હાથ ઉંચા કરી દેતા શિક્ષકોમાં દેકારો
લોકોમાં સરકારી નોકરીનો ભારે ક્રેઝ જોવા મળે છે. કારણ કે, ઉચો અને સમયસર પગાર મળતો હોય લોકો સરકારી નોકરી મેળવવા માટે ફાફા મારતા હોય છે. પરંતુ અમુક સરકારી વિભાગોમાં પણ સમયસર પગાર ન મળતો હોવાની અગાઉ અનેક વખત બહાર આવ્યું છે. જેમાં હવે મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 89થી વધુ શાળાઓમાં ફરજ બજાવતા 1200 શિક્ષકોનો પગાર તા. 15 સુધી ન થતાં દેકારો બોલી ગયો છે. અને અમુક શિક્ષકોના બેંકના હપ્તા ચાલુ હોય સમયસર પગાર ન થતાં અનેકને પેનલ્ટી ભરવાનો વારો આવતા આ મુદ્દે રજૂઆત કરતા જાણવા મળેલ કે, બેંકમાં ટેક્નિકલ ખામી આવતા પગારમાં વિલમ થયો છે. આમ તંત્રએ ટેક્નિકલ કારણ આગળ ધરી હાથ ઉંચા કરી દેતા શિક્ષકો મુંઝવણમાં મુકાઈ ગયા છે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની દિશાળામાં શવષ બજાવતા 1200શિક્ષકોના પગાર અટવાતા દેકારો બોલી ગયો છે. દર મહિનાની 1થી 5 તારીખે થઈ જતો પગાર 15 તારીખે પણ થયો નથી અને કયારે થશે તેવું પણ અધિકારીઓ જણાવી શકતા નથી. 1200 શિક્ષકોનો 18 કરોડ જેવો પગાર દર માસે થાય છેઅને આ વખતે સમયસર બિલ ન થતા લોન લઈને વાહન, મકાન વસાવનારાઓની કફોડી સ્થિતિ ઉભી થઈ છે. આવા શિક્ષકોને પેનલ્ટી ભરવાનો વારો આવ્યો છે. એક શિક્ષકે કહયું હતું કે, અમારા જેવા અનેકને દંડ ભોગવવાનો વારો આવ્યો છે. પગાર કયા કારણસર અટકયો તે પણ અમને જાણ નથી કરાઈ. મનપાની શિક્ષણ સમિતિમાં 1થીપ તારીખમાં પગાર થઈ જાય તે માટે 29મી એપ્રિલના રોજ તિજોરીકચેરીમાં બિલ મોકલી દેવાયું હતું. જે પાસ થઈ કરીને બેંકને મોકલી અપાયું છે અને ત્યાંથી શિક્ષકોને પગાર ચૂકવાયો નથી.
શિક્ષણ સમિતિમાં સમયસર પગાર થઈ જાય છે પણ આ વખતે ટેકનીકલ કારણસર પગાર અટકી પડયાનું સૂત્રોએ કહયું છે.નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા 1200થી વધુ શિક્ષકોનો પગાર અટકી ગયો છે. જેના માટે જવાબદાર કોણ તે અત્યાર સુધી સાબિત થયું નથી પરંતુ સમયસર પગાર આપવા માટે જે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હોય તેમના દ્વારા બીલ મોકલાવી દીધાનું ગાણુ ગાવામાં આવી રહ્યું છે. અને બેંકમાં પેમેન્ટ અટકી ગયાનું જણાવી રહ્યા હોય સરકારી વિભાગમાં થતી ધાંધલી ફરી એક વખત બહાર આવી છે.