સનાતન ધર્મને બચાવવા સાધુ-સંતો શંકરાચાર્યજીની પડખે
બનાવટી કથાકારો અને બનાવટી સાધુઓ સામે લોકોને બહાર આવવા ઇન્દ્રભારતી બાપુનું આહ્વાન
જેમને કથા વાંચવાનું જ્ઞાન નથી તેવા લોકો કથા વાચક બની ગયા છે: સુખરામ બાપુ
સનાતન ધર્મનું રક્ષણ કરવું એ સાધુ-સંતોની ફરજ છે, હવે આગળ આવવુ જોઇએ : મહાદેવગીરી બાપુ
જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ કેટલાક સંપ્રદાયો સનાતન ધર્મનાં નામે ચરી ખાતા હોવાનો અને ધર્મમા ભેળસેળ કરતા હોવાનો આરોપ લગાવ્યા બાદ ગુજરાતની વિવિધ ધાર્મિક જગ્યાઓનાં સંતો મહંતો પણ આ મુદે બહાર આવ્યા છે અને જગદગુરૂ શંકરાચાર્યજીનાં નિવેદનને સમર્થન જાહેર કર્યુ છે . જુનાગઢ ભવનાથ તળેટીનાં ઇન્દ્રભારતી બાપુ, ખાખી મઢીનાં સુખરામબાપુ, અવધુત આશ્રમનાં મહાદેવગીરી બાપુ વિગેરે ખુલીને શંકરાચાર્યજીનાં સમર્થનમા આવ્યા છે.
આગામી દિવસોમા આ મામલે વધુ આઘાત - પ્રત્યાઘાત આવે તેવી શકયતા છે. જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સનાતન ધર્મમા ભેળસેળ કરનારા સામે જાગવાની હવે જરૂૂર છે તેવું નિવેદન આપતા જૂનાગઢના સાધુ સંતો અને મહંતોએ જગતગુરુના નિવેદનને ખુલ્લું સમર્થન આપી સનાતન ધર્મનું રક્ષણ કરવા આહ્વાન કર્યું હતું. મહંત ઇન્દ્રભારતીએ જણાવ્યું કે સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારા સામે જાગૃત થવાની જરૂૂર છે.
જૂનાગઢ ભવનાથના ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યુ હતુ કે , આજે બનાવટી કથાકારો અને બનાવટી સાધુઓ સામે કાર્યવાહી કરવા અને આવા લોકોને બહાર કાઢવા આહવન કર્યું હતું, આજે બનાવતી ધર્મ ફૂટી નિકડા છે, તો કેટલાક કથાકારો માત્ર એક જ વિષય પર પોતાનું વક્તવ્ય આપે છે જ્યારે અન્ય દેવી દેવતાઓ વિશે પણ આ કથાકારોએ બોલવું જોઈએ.જ્યારે મેંદરડા ખાખી મઢીના મહંત સુખરામ બાપુએ જણાવ્યું કે આજે બનાવતી કથાકારો કે જેમને કથા કેમ વાંચવી એનું પૂરું જ્ઞાન નથી તેવા લોકો કથા વાચક બની ગયા છે આવા લોકો સામે કાર્યવાહી કરી તેને બહાર કાઢવા જોઈએ. અવધૂત આશ્રમ ભવનાથ તળેટીના મહંત મહાદેવગીરી બાપુએ સનાતન ધર્મ અવશ્ય રક્ષણ કરવું એ સાધુ અને સંતોની ફરજ છે, જગતગુરુ સાથે જવું કે ન જવું એ પછીની વાત છે પણ સનાતન ધર્મની વાત આવે તો સનાતન ધર્મના રક્ષણ માટે સાધુ સંતોએ હવે આગળ આવવું જોઈએ, કોઈ સનાતન ધર્મ વિરુદ્ધ બોલે તો સાંખી ન લેવું જોઈએ તેમ જણાવ્યું હતું.
તથા કથિત વિચારધારાના નામે સનાતન ધર્મ પર ઘણુ બધુ થઇ રહયુ છે : મોરારીબાપુ
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનાં નિવેદનને કથાકાર મોરારી બાપુએ સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, શાસ્ત્રનાં નામ પર તથાકથિત વિચારધારાનાં નામ પર સનાતન ધર્મ એવું થઇ રહ્યું છે કે... આ સાથે તેમણે કહ્યું કે, મેં હમણાં જ કારમાં શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો વિડીયો જોયો. જેમાં તેમને નામ લઇને કહ્યું કે, સનાતન ધર્મ પર પ્રહાર કરવાનું બંધ કરો. મોરારીબાપુએ કહ્યું કે, તથાકથિત વિચારધારાના નામ પર સનાતન ધર્મ પર ઘણુ બધુ થઈ રહ્યું છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના અશાસ્ત્રીય સંપ્રદાય પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે હવે શંકરાચાર્યના નિવેદને કથાકાર મોરારીબાપુએ સમર્થન આપ્યું હતું.