For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં શરૂ થશે સહકાર ટેક્સી પ્રોજેક્ટ, સત્તાવાર જાહેરાત

12:21 PM Aug 07, 2025 IST | Bhumika
ગુજરાતમાં શરૂ થશે સહકાર ટેક્સી પ્રોજેક્ટ  સત્તાવાર જાહેરાત

કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા તમામ મંત્રીઓને અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂૂપે 4થી 7મી, ઓગષ્ટ સુધી ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓનું પ્રતિનિધિમંડળ રાજ્યના પ્રવાસે આવ્યું છે.

Advertisement

ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઇ હતી. આ પ્રતિનિધિમંડળે 5મીના મંગળવારે બનાસ ડેરીની મુલાકાત લઈને વિગતો મેળવી હતી. જેમાં કહેવાયું હતું કે, આગામી સમયમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સહકાર ટેક્સી પણ શરૂૂ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત ટેક્સી ડ્રાઈવરો પણ સહકારિતા ક્ષેત્રે જોડાઈને તેનો સવિશેષ લાભ મેળવી શકશે.

સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સહકારિતા ક્ષેત્રે સૌના સાથ અને સહકાર થકી રાજ્યના ખેડૂતો, પશુપાલકો અને સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકોને તેનો મહત્તમ ફાયદો મળી રહ્યો છે. સહકારિતા મંત્રી વિશ્વકર્માએ ત્રિપુરાના પ્રતિનિધિમંડળ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપી જરૂૂરી માર્ગદર્શન પણ પૂરું પડ્યું હતું. ત્રિપુરાના સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્ત્વમાં કો-ઓપેરેશન વિભાગ સહકારથી સમૃદ્ધિના વિઝન થકી દેશના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપી રહ્યો છે. અમે પણ ત્રિપુરામાં ગુજરાતની જેમ જ સહકારિતા ક્ષેત્રનો વિકાસ કરીને ખેડૂતો અને પશુપાલકો માટે વધુ રોજગારી ઊભી કરીશું. આ પ્રતિનિધિમંડળ અમૂલ ડેરી, ત્રિભોવન સહકારી યુનિવર્સિટી, GSC બેંક, વિવિધ પેક્સ મંડળીઓ અને દૂધ મંડળીઓની સંભવિત મુલાકાત થકી વિસ્તૃત માહિતી મેળવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement