For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાગઠિયાને બલિનો બકરો બનાવી મોટા માથાઓને બચાવી લેવાયા

11:12 AM Aug 12, 2024 IST | admin
સાગઠિયાને બલિનો બકરો બનાવી મોટા માથાઓને બચાવી લેવાયા

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસ માટે રચાયેલી સીટ સામે જ કોંગે્રસે ઉઠાવેલા સવાલો

Advertisement

કોંગે્રસની ન્યાય યાત્રા દરમિયાન યોજાયેલ સંવેદના સભામાં ભાજપ સરકાર ઉપર ઉગ્ર પ્રહારો

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ, બરોડાના હરણી બોટકાંડ, મોરબીની બ્રિજ દુર્ધટના અને સુરતના તક્ષશિલાકાંડ સહિતની ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવાની માંગ સાથે કોંગે્રસ દ્વારા મોરબીથી કાઢવામાં આવેલી ન્યાયયાત્રા ગઇકાલે રાજકોટમાં આવી પહોંચી હતી. આ નિમિત્તે ઢેબર ચોકમાં યોજાયેલ સંવેદના સભામાં કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ ટીપીઓ સાગઠીયાને બલીનો બકરો બનાવી સરકારે મોટા માથાઓ અને નેતાઓને બચાવી લીધા છે.

Advertisement

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં એકપણ અધિકારીએ નેતાઓ સામે તપાસ નથી કરી. ભાજપ નેતા રમેશ રૂપાપરા જેલમાં બંધ સાગઠિયાને મળવા ગયા હતા. તેમની સામે હજુ સુધી તપાસ નથી થઈ. આ સિવાય સાગઠિયાએ પોલીસ તપાસમાં જેટલા ભાજપ નેતાઓના નામ આપ્યા છે, તેમની સામે પણ હજુ તપાસ નથી કરવામાં આવી.

બીજી તરફ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ પણ એસઆઇટી પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, ગેમ ઝોન અગ્નિકાંડમાં 4 તપાસ કમિટી બની. આ ચારેય કમિટી એક પણ આઇએએસ કે આઇપીએસ સામે ગાળિયો મજબૂત નથી કરી શકી. આ તપાસ કમિટી ભીનુ સંકેલો કમિટી બનીને રહી ગઈ છે.

લલિત વસોયાએ પણ તપાસ કમિટી પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, રાજકોટની દુર્ઘટનામાં ટીપીઓ સાગઠિયાને મહોરું બનાવીને બાકી બધાને બચાવી લેવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર સહિતના ભાજપ આગેવાનોના સહકાર વિના સાગઠિયાની કંઈ કરવાની તાકાત જ નથી. માત્ર રાજકોટ નહી ગુજરાતની આ ચારેય ઘટનાઓમાં જવાબદારોને બચાવવા માટે તપાસ સમિતિ નીમવામાં આવી છે.
જ્યારે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, દારૂ, ડ્રગ્સ અને ગાંજામાંથી રૂપિયા નથી કમાતા તેવા માત્ર 4-5 અધિકારીઓ બચ્યા છે, પરંતુ તેમને તપાસ સોંપવામાં નહી આવે. સારા અધિકારીને તપાસ સોંપવામાં હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને પેટમાં કેમ દુખે છે. જ્યાં સુધી કેસનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી અમે પીડિત પરિવારો માટે લડતા રહીશું.

શકિતસિંહ ગોહિલ
જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, તપાસ કરી રહેલા આઇપીએસ અધિકારીઓમાં એટલી પણ કરોડરજ્જુ બચી હશે કે, એમના મા જણ્યા સગા ભાઈનું ખૂન ભાજપનો કોઈ કેબિનેટ મંત્રી કરે તો હું નથી માનતો કે એમનામાં સચોટ તપાસ કરવાની તાકાત હોય. દારૂ, ડ્રગ્સ, ગાંજામાંથી રૂપિયા નથી કમાતા તેવા ચાર પાંચ અધિકારીઓ બચ્યા છે, તેમને તપાસ નહીં આપવામાં આવે. સારા અધિકારીને તપાસ આપવા હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને પેટમાં કેમ દુખે છે? કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે પીડિત પરિવારો માટે લડીશું. તિરંગાનું સન્માન કરવાની જવાબદારી ભાજપના ગદ્દારોની નથી. કોંગ્રેસનો સિપાહી સ્વતંત્રતાની લડાઈમાં છાતીએ ગોળી ખાતો હતો.

સભાને સંબોધતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ખુદ તકલીફ ઉઠાવી લોકોની વચ્ચે જાય તો લોકશાહીમાં આપણે લોકસેવક કહેવાય. જીગ્નેશ મેવાણી, લાલજીભાઇ અને પાલભાઈએ આવી મારી પાસે ન્યાય યાત્રા માટે મંજૂરી માંગી હતી. આસાન નથી હોતું. ગૌરવ સાથે કહીશ કે ક્ધયા કુમારીથી કાશ્મીર સુધી 4500 કિલોમીટર કોઈ ચાલ્યું હોય તો એ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી છે. પગમાં ઇજા હોવા છતાં તેઓ ચાલ્યા હતા. આજે મોરબીના પુલ તૂટે નિર્દોષ લોકોના જીવ જાય, ટીઆરપીમાં આગ લાગે બાળકો ખાખ થાય, આજે પણ એ સમય યાદ કરી તો ઊંઘ હરામ થઇ જાય છે. સંવદેનશીલતા હોવી જોઈએ. ગરીબને તકલીફ પડે તો લોકોની વચ્ચે જઇ સત્તાની ખુરશીએ બેઠેલાને આંસુ આવવા જોઈએ પણ આ લોકોને નથી આવતા. રાજકોટ જડબેસલાક બંધ રહ્યું હતું.ભાજપના લોકો પીડિતોને મળવા તૈયાર ન હતા આજે વારંવાર મળવા જવું પડે છે. ભાજપના ભ્રષ્ટાચારના ઘડામાં આવતા પ્રશ્નો જરૂૂર પડ્યે વિધાનસભા અને લોકસભામાં પણ ઉઠાવીશું. પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડે છે. ખેડૂત ઉપર લાગતા જીએસટી ન ઘટાડે એ વ્યાજબી નથી. હેલ્થ ઇન્સ્યોરન્સ પર 18% જીએસટી લેવામાં આવે છે. લોકોના આશીર્વાદથી સત્તા આવે તો અહંકાર ન હોવો જોઈએ. વિવેક સાથે સેવા કરવી જોઈએ.

લાલજી દેસાઇ
સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું કે, દરેક ભાજપી બળાત્કાર હોય એવું નથી કહેતો પણ આજકાલ જેટલી ઘટનાઓ સામે આવી તેમાં બળાત્કારી ભાજપી હોવાનું સામે આવી રહ્યું છે. ભાજપના નેતાઓ તિરંગો લઈને ચાલ્યા હતા, તિરંગાનું સન્માન કેમ થાય એ ભાજપને ખબર નથી. ભાજપને તિરંગા પ્રત્યે નવો નવો પ્રેમ ઉપજ્યો છે. તિરંગાનું અપમાન ભાજપ કરે છે.

લલિત વસોયા
રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના નેતાઓએ ટીઆરપી કાંડનો મુદ્દો યાદ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આક્ષેપો કર્યો હતા. તેમજ જે તપાસ કમિટી બનાવવામાં આવી છે. જે તપાસ કમિટી સામે પણ આક્ષેપો કર્યા હતા. લલિત વસોયાએ નિવેદન કરતા જણાવ્યું હતું કે, જવાબદારોને બચાવવા માટે તપાસ સમિતિ બની છે. તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે.

પાલ આંબલીયા
પાલ આંબલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર તપાસ કમિટી બનાવવામાં આવી છે. ચાર કમિટીમાં એક પણ અધિકારી એવા ન નિકળ્યા કે જે આઇપીએસ કે આઇએએસ સામે ગાળિયો મજબૂત કરી શક્યા હોય. ચારેય ઘટનામાં એક વાત સ્પષ્ટ છે કે, જવાબદારોને બચાવવા માટે તપાસ સમિતિ નિમાઈ છે. રાજકોટની દુર્ઘટનામાં સાગઠિયાને મહોરું બનાવી બાકી બધાને બચાવી લેવાયા છે. સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર સહિતના ભાજપનાં અગેવાનોના સહકાર વિના સાગઠિયા કરી શકે તેવી તાકાત નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement