For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી કચેરીઓના 87 કરોડના વેરા વસૂલવા માટે તંત્રના કેસરિયા

04:06 PM Jan 02, 2025 IST | Bhumika
સરકારી કચેરીઓના 87 કરોડના વેરા વસૂલવા માટે તંત્રના કેસરિયા

Advertisement

મહાનગરાપલિકાની મુખ્ય આવક મિલ્કતવેરા માંથી આવી રહી છે છતાં વાર્ષિક લક્ષ્યાંક મુજબ આવક થતી ન હોય જાન્યુઆરી માસથી બાકીદારો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ શરૂ કરી મિલ્કત સીલ તેમજ જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ અલગ અલગ વિભાગની સરકારી મિલ્કતોનો અબજો રૂપિયાનો મિલ્કતવેરો બાકી હોય તેની વસુલાત માટે હવે તંત્રએ એક્શન પ્લાન તૈયાર કરવા માટે આજે સાંજે ડેપ્યુટર કમિશનરની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જમાં નિર્ણય લેવાયા બાદ આવતી કાલથી સરકારી મિલ્કતો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.
મનપાના વેરાવિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબકોમર્શીયલ અને રહેણાકની મિલ્કતો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ અસરકારક રહેવા પામી છે. કોમર્શીયલ મીલ્કતમાં એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓની મિલ્કતો સીલ કરવામાં આવી રહી છે. જ્યારે 25 હજારથી વધુ વેરો બાકી હોય તેવા રહેણાકના એકમો વિરુદ્ધ નળ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ ચાલુ રાખવામાં આવી છે.

પરંતુ સરકારી મિલ્કતો જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કચેરીઅ ોનો 87 કરોડથી વધુ મિલ્કતવેરો બાકી હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આજે સાંજે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના નિયમ મુજબ સરકારી કચેરીઓ પબ્લીક પ્રોપર્ટી હોવાના કારણે સીલ કે જપ્તી સહિતની કાર્યવાહી થઈ શકતી નથી. તેવી જ રીતે મોટાભાગની રાજ્ય સરકારની કચેરીઓ ગ્રાન્ટ આધારિત હોય મિલ્કતવેરો ભરપાઈ કરવા માટે ગ્રાન્ટની રાહ જોવી પડતી હોય છે. જેની સામે કેન્દ્ર સરકારની મિલ્કતોમાં પણ ગ્રાન્ટ મેળવવા માટે ફાફા મારવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.

Advertisement

જેના લીધે મહાનગરપાલિકાના અબજો રૂપિયા મિલ્કતવેરા પેટે અટવાઈ ગયા છે. નિયમ મુજબ ફક્ત નોટીસ આપી સંતોષ માનવામાં આવે છે. જેની સામે કચેરીઓમાં બેસતા મુખ્ય અધિકારીઓ પણ ગ્રાન્ટનું બહાનુ આગળ ધરી મિલ્કતવેરો ભરપાઈ કરતા નથી. આથી હવે વર્ષોથી ચાલી આવતી આ પ્રથાનો અંત લાવવા માટે નવો વ્યુહ અપનાવી અ ેક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે જેના માટે આજે સાંજે 5:30 વાગ્યે મનપાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં વેરાવિભાગની અધિકારીઓ સાથે મિટીંગ યોજવામાં આવશે.

સરકારી કચેરીઓના બાકી વેરાની યાદી

રેલવે વિભાગ 17.91 કરોડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 16.77 કરોડ
કલેક્ટર ઓફિસ 12.94 કરોડ
સમરસ હોસ્ટેલ 13.30 કરોડ
પીડબલ્યુડી 9.73 કરોડ
સીટી પોલીસ 10.54 કરોડ
મેડીકલ કોલેજ 1.61 કરોડ
પાણી પુરવઠા બોર્ડ 1.40 કરોડ
કોર્ટ 43.85 લાખ
એજી ઓફિસ 30.19 લાખ
ગવરર્મેન્ટ પ્રેસ 19.86 લાખ
પોસ્ટ ડેપો 4.63 લાખ
સર્વે ઓફિસ 16.11 લાખ
સીજીએસટી 19.87 લાખ
ઈએસઆઈસી 12.14 લાખ
અભિલેખા ઘર 10.84 લાખ
બીએસએનએલ 10.50 લાખ
સંતોકબેન ચાર્યાલય 1.19 લાખ
સમાજ કલ્યાણ હોસ્ટેલ 7.55 લાખ
આઈટીઆઈ 13.60 લાખ
નર્સિંગ કોલેજ 20.42 લાખ
યાંત્રિક ડિપાર્ટમેન્ટ 7.39 લાખ
જિલ્લા પંચાયત 12.10 લાખ
સિવિલ હોસ્પિટલ 68.61 લાખ
કુલ બાકી 87.21 કરોડ

Advertisement
Tags :
Advertisement
Advertisement