લોકમેળામાં રાઇડ્સની સુરક્ષા-સલામતીની ચકાસણી
04:15 PM Aug 08, 2025 IST | Bhumika
જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 14 તારીખથી શરૂૂ થનારા આ મેળા માટે મોટાભાગની રાઈડ્સ ગોઠવી દેવામાં આવી છે. આ રાઈડ્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે જામનગરથી ખાસ આર.બી. વિભાગની ટીમ દ્વારા આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ટીમની તપાસ દરમિયાન કેટલીક રાઈડ્સમાં વેલ્ડિંગની ખામીઓ તેમજ અન્ય કેટલીક ટેક્નિકલ ક્ષતિઓ જોવા મળી હતી. નિરીક્ષણ બાદ ટીમે તાત્કાલિક આ ખામીઓ દૂર કરવા માટે જરૂૂરી સૂચનાઓ આપી હતી. તેમજ પ્રાંત અધિકારી દ્વારા રાઈડ્સની અધુરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં અને લાઇસન્સ માટેની પ્રક્રિયા રહેલી સાથે શરૂૂ કરવા માટે સુચના આપવામાં આવી છે
Advertisement
Advertisement