મુખ્યમંત્રી સાથે સાધુ-સંતોની બેઠક, સંસ્કૃત યુનિવર્સિટી માટે જમીન ફાળવવા માગણી
ગાંધીનગરમાં ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે હાલ ની સનાતન ધર્મ ઉપર થતી ટિપ્પણી ઓ તથા હિન્દૂ દેવી દેવતા ઓ ના અપમાનો સામે લડત આપતા સનાતન ધર્મ સંગઠન ના મુખ્ય સંતો સાથે રાજ્ય ના મુખ્યમંત્રી સાથે બેઠક યોજાયેલ જેમાં અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપરડા શેર નાથ બાપુ જુનાગઠ નિર્મળા બા પાળીયાદ કણીરામ બાપુ લલિતકિશોર મહારાજ લિબડી કથાકાર હરિયાણી બાપુ પરબ જગ્યા ના મહંત શ્રી વગેરે સંતો આજે મુખ્યમંત્રી ની મુલાકાત લઈ તેવો ને સન્માનિત કરી આશીર્વાદ પાઠવેલ ત્યાર બાદ મુખ્યમંત્રી સાથે ની બેઠક માં હાજર રહેલ.
સંતો દ્વારા વિવિધ મુદ્દા ની રજુઆત કરવામાં આવેલ જેમાં ગુજરાત માં સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપન કરવામાં આવે ને તેમાટે યોગ્ય જમીન ફાળવવા માં આવે તેવી રજુઆત કરાઇ હતી. માત્ર હિન્દૂ દેવી દેવતા ના અપમાન અટકાવવા અને તેના પર થતી ટિપ્પણી ઓ અટકાવવા માટે ભારત ભર માંથી 5000 પાંચ હજાર સાધુ સંતો નું સંગઠન ની નામ નોંધણી કરવા માં આવેલ છે આ ઉપરાંત કથાકારો તથા કલાકારો ને પણ આ સંગઠન માં જોડવામાં આવશે ને ભારત ભરમાં હિન્દુત્વ ની બાબત ના સકારાત્મક નિર્ણયો માં સરકાર ની સાથે રહેશે.
આ સંગઠન દ્વારા ગુજરાતમાં હિન્દૂ મોટાં મંદીર ટ્રસ્ટો કે જે ગૌશાળા સ્કૂલો હોસ્ટેલ હોસ્પિટલ વગેરે માનવ સેવા ની સેવાકીય પ્રવુતિ કરતી સંસ્થાઓ ને આવતા વિદેશ થી ફન્ડિંગ બાબત માં અમુક ગાઈડલાઈન થી હાલ બેન્ક એકાઉન્ટ બંધ થયા હોય જેની જરૂૂરી તપાસ કરી એ એકાઉન્ટ ફરી ચાલુ કરવા અંગે ભાર પૂર્વક રજુવાત કરવા માં આવેલ સંતો ની ઉપરોક્ત રજુવાત મુખ્યમંત્રી એ સાંભળી હકારાત્મક પ્રતિસાદ આપેલ છે.