રાજકોટ મહાપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકરનું દુ:ખદ અવસાન
રાજકોટ મહાનગરપાલીકા ભાજપ કાર્યાલયમંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવક્તા જયંતભાઈ ઠાકરનું લાંબી બિમારી બાદ આજ રોજ પંચનાથ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા તેની સ્મશાનયાત્રા આજે સાંજે 6.00 કલાકે કોઠારીયા રોડ હુડકો, ફાયરબ્રિગેડ વાળી શેરી ખાતેથી નીકળી રામનાથપરા ખાતે જશે. અત્રે ઉલ્લેખનીય છે કે જયંતભાઈ ઠાકરે પોતાનું સમગ્ર જીવન જાહેરમાં સમર્પિત ર્ક્યુ હતું. બાળપણમાં તેઓ આર.એસ.એસ.ની વિચારધારા સાથે જોડાઈ સ્વ.મુકુંદભાઈ પંડિત, સ્વ.કાંતીભાઈ વૈદ્ય સાથે જોડાઈ તેઓની રાજકીય કારકીર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ રાજકોટના રાજવી સ્વ.મનોહરસિંહ જાડેજાના કાર્યાલયમાં ર0 વર્ષ સુધી સેવા આપી હતી અને ત્યારબાદ છેલ્લા ઘણાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ પાર્ટીમાં વિવિધ જવાબદારી નિભાવી હતી. જેમાં આર્થિક સેલના ક્ધવીનર તેમજ મીડીયા સેલના ક્ધવીનર તરીકે, શહેર ભાજપના કારોબારી સભ્ય તરીકે અને વર્તમાનમાં તેઓ રાજકોટ મહાનગરપાલીકાના ભાજપ કાર્યાલયમાં જવાબદારી સંભાળતા હતા. અને સાથો સાથ ભારતીય જનતા પાર્ટીએ તેમના કામની કદર કરી સીવીલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતીના સભ્ય તરીકે જવાબદારી સોંપી હતી. જયંતભાઈ ઠાકરે જાહેર જીવનમાં રહી અનેક દુષણો સામે પડકારો ફેંકી દુષણ નાબુદ થાય તે માટે તેઓ સતત દોડતા રહયા હતા. કોરોના કાળ જેવા સમયમાં પણ મળેલી જવાબદારીને નિભાવવા માટે સતત સીવીલ હોસ્પિટલમાં સેવા બજાવી હતી. રાજકીયક્ષ્ોત્રોની સાથો સાથ સામાજીક ક્ષ્ોત્રે પણ તેઓ સક્રિય રહયા હતા અને ઔદિચ્ય ઝાલાવાડી ચીભડીયા બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે રહયા હતા. અને ત્યારબાદ સૌરાષ્ટ્ર-કચ્છના સમસ્ત બ્રહ્મસમાજના પ્રવક્તા તરીકે છેલ્લા ઘણાં વર્ષોથી જવાબદારી સંભાળતા હતા. તેમજ રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સભ્ય તરીકે પણ તેઓ હાલમાં કાર્યરત હતા. પરશુરામ જયંતીએ પણ તેઓ સતત કાર્યશીલ રહયા હતા. ત્યારે આજે તેમના અચાનક નિધનથી ભાજપ અને સમસ્ત બ્રહ્મસમાજને મોટી ખોટ પડી છે.