For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટનું 125 કરોડનું ટેન્ડર રદ

04:52 PM Sep 30, 2025 IST | Bhumika
સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટનું 125 કરોડનું ટેન્ડર રદ

ડિઝાઇનના ટેન્ડરમાં એજન્સીઓના ભાવમાં મોટો તફાવત, હવે ડિઝાઇનર પસંદ અને સિવિલ કામગીરીના અલગ-અલગ ટેન્ડરો બહાર પડશે

Advertisement

અમદાવાદમાં મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમના ડેવલેપમેન્ટ પ્રોજેક્ટમાં વળાંક આવ્યો છે. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટે (MGSAMT ) બે મહિના પહેલા બહાર પાડવામાં આવેલા 125 કરોડ રૂૂપિયાના ટેન્ડરને રદ કર્યું છે. આ ટેન્ડર હેઠળ રૂૂ.1,200 કરોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગ રૂૂપે 28 ઇમારતોમાં મ્યુઝિયમ અને એક્ઝિબિશન ડિઝાઇન કરીને તૈયાર કરવાના હતા.

ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડિઝાઇન-બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (DBOT ) મોડેલ હેઠળની બિડનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકતું નથી તે સમજ્યા પછી ટ્રસ્ટે ટેન્ડર રદ કરવાનો નિર્ણય લીધો. MGSAMT હવે બે અલગ-અલગ ટેન્ડર બહાર પાડશે. એક ટેન્ડર ડિઝાઇનર પસંદ કરવા અને બીજુ ટેન્ડર તે ઉભા કરવાની કામગીરી માટે બહાર પડાશે.

Advertisement

રદ કરાયેલું ટેન્ડર જૂનમાં બહાર પાડવામાં આવ્યું હતું અને જુલાઈમાં બંધ થયું હતું. તેમાં ક્યુરેશન, ક્ધટેન્ટ ડેવલપમેન્ટ, પ્રદર્શન ફેબ્રિકેશન અને આઉટડોર શિલ્પ કામનો સમાવેશ થતો હતો. ચાર કંપનીઓએ બિડ સબમિટ કરી હતી, અને ત્રણને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.

એક અધિકારીના જણાવ્યા મુજબ ડિઝાઇનના અભિગમોમાં વ્યાપક ભિન્નતા હતી. એક બોલી લગાવનાર વ્યક્તિએ ઓછી કિંમતવાળી, સરળ ડિઝાઇન પસંદ કરી હશે, જ્યારે બીજા બોલી લગાવનાર વ્યક્તિએ અદ્યતન ડિજિટલ બાબતોનો સમાવેશ કર્યો હશે. બંને ડિઝાઇન સારી હોઇ શકે છે પરંતુ કિંમતમાં ખૂબ જ અલગ હોઈ શકે છે, જેના કારણે ભાવની વાજબી સરખામણી શક્ય બની શકે નહીં. પરિણામે, ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું અને 2 કરોડ રૂૂપિયાની અર્નેસ્ટ મની ડિપોઝિટ (ઊખઉ ) તમામ બોલી લગાવનારાઓને પરત કરવામાં આવી હતી.

અધિકારીએ ઉમેર્યું કે નવી પ્રક્રિયા વધુ સ્પષ્ટ થશે. પ્રથમ, ટેન્ડર દ્વારા ડિઝાઇનરની પસંદગી કરવામાં આવશે. એકવાર મ્યુઝિયમ અને એક્ઝિબિશન માટે અંતિમ ડિઝાઇન મંજૂર થઈ જાય, પછી ડિઝાઇનને અમલમાં મૂકવા માટે બીજું ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ ટેન્ડરો હવે DBOT મોડેલ મુજબ નહીં પરંતુ ડિઝાઇન અને અમલીકરણ પર અલગથી ધ્યાન કેન્દ્રિત કરશે.રાજ્ય સરકાર આ બાબતે નિર્ણય લેવા એક સમિતિની રચના કરે તેવી પણ શકયતા છે.

MGSAMT એ પ્રોજેક્ટના અન્ય કામો માટે પહેલાથી જ ઘણા ટેન્ડર બહાર પાડ્યા છે. આમાં જૂની ઇમારતોનું પુન:સ્થાપન, દિવાલનું બાંધકામ મિકેનિકલ, ઇલેકટ્રિકલ અને ફાયર સેફ્ટી સિસ્ટમ જેવા બાહ્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ શામેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement