For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાબરકાંઠા ભાજપમાં ભડકો, ઉમેદવાર અને પ્રભારી પાછલા બારણેથી ભાગ્યા

04:31 PM Mar 29, 2024 IST | Bhumika
સાબરકાંઠા ભાજપમાં ભડકો  ઉમેદવાર અને પ્રભારી પાછલા બારણેથી ભાગ્યા
  • ભીખાજીની ટિકિટ કપાયા બાદ સમર્થકો હજુ પણ આગબબુલા, કાર્યાલયના દરવાજે જ ભાજપના ખેસ-ટોપીના ઘા કર્યા

સાબરકાંઠા લોકસભા બેઠક પર છેલ્લા 3 દિવસથી વિરોધ યથાવત છે. ત્યારે અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીનાં સમર્થકો ફરી મેદાને ઉતર્યા છે. કાર્યાલયમાં ઉમેદવારોએ શોભનાબેન બારૈયાની હાજરીમાં વિરોધ કર્યો હતો. સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરે ટિકિટ આપવાની સમર્થકોની ઉગ્ર માંગ છે. ભાજપ કાર્યાલય પર વિરોધને લઈ કાર્યાલયનાં દરવાજા બંધ કરાવવાની ફરજ પડી હતી. ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકરોને અટકાવવા પોલીસ બોલાવવી પડી હતી. દરમિયાન કાર્યકરોનો વિરોધ પ્રદર્શન જોઈ ભાજપના ઉમેદવાર અને સાબરકાંઠા-અરવલ્લી બેઠકના પ્રભારી પાછળના દરવાજેથી નીકળી ગયા હતા. વિરોધની આગને ઠારવા આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સાબરકાંઠા દોડી ગયા છે.

Advertisement

આ બાબતે ભીખાજી ઠાકોરનાં સમર્થકે જણાવ્યું હતું કે, આયાતી ઉમેદવાર જે આવ્યા છે. તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. તેમજ અમે ભીખાજીનાં સમર્થબમાં આવ્યા છીએ. અને ભીખાજીને ટીકીટ મળવી જોઈએ તેવી અમારી માંગ છે.ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભારતીય જનતા પાર્ટીને ટિકીટ આપી હતી. જે બાદ ખીભાજી દ્વારા પ્રચાર શરુ કર્યા બાદ ટિકીટ પાછી ખેંચી છે. જેથી અમે ભાજપનાં કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છીએ. તેમજ અમને કાર્યાલયમાં નથી જવા દેવામાં આવતા તેનો અમે વિરોધ કરીએ છીએ.

દરમિયાન ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેઓના પતિ સાથે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ કમલમના મુખ્ય દરવાજા પાસે મોટી સંખ્યામાં વિરોધ કરી રહેલા ભીખાજી ઠાકોરના સમર્થકોનો મિજાજ જોઈ ગણતરીની મિનિટોમાં જ કમલમના પાછળના દરવાજેથી રવાના થઈ ગયા હતા. ઉમેદવારની સાથે સાથે પ્રભારી દુષ્યંત પંડ્યા પણ પાછલાં બારણેથી રવાના થયા હતા.કમલમથી રવાના થયેલા શોભનાબેન આંગડીના વેઢે ગણી શકાય તેટલા કાર્યકરો સાથે દેવરાજ મંદિરે અને ત્યારબાદ સાકરીયા હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ દર્શન કરી પ્રચારની શરૂૂઆત કરી હતી.

Advertisement

કમલમના ગેટ પાસે એકત્ર થયેલા ભીખાજીના સમર્થકોએ સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂકી ભીખાજીને ટીકીટ નહી તો ચૂંટણી બહિષ્કારનો જાહેરમાં નિર્ણય દોહારાવી ગળામાં પહેરેલાં ભાજપના ખેસ અને માથા પર મુકેલી ભાજપની ટોપીઓને રસ્તા પર ફેંકી દીધી હતી. ટોપીઓ અને ખેસ ફેંકી ભીખાજીની ટીકીટ કાપનાર સામે ઉગ્ર આક્રોશ દર્શાવી દીધો હતો. આ મામલે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ અરવલ્લી જવાના છે ડેમેજ કંટ્રોલ કરવા ભાજપ મોવડીઓ મેદાનમાં ઉતર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement