રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એસ.ટી. બસપોર્ટમાં મુસાફરોના ઘરેણાં તફડાવતી મહિલા ગેંગને ઝડપી લેતી પોલીસ

04:33 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરની મધ્યમાં આવેલ એસટી બસપોર્ટમાં અનેકવાર મુસાફરોના મોબાઈલ, દાગીના અને રોકડની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતી હોય છે. ત્યારે રાજકોટના એસટી બસપોર્ટમાં ગઈ તા. 4ના રોજ એક મહિલાના બે તોલાના મંગળસુત્રની ચોરી થયાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે ઘરેણા તફડાવતી મહિલા ગેંગને ઝડપી લઈ તેમની પાસેથી દાગીના કબ્જે કર્યા છે.

Advertisement

વધુ વિગતો મુજબ શહેરના એસટી બસપોર્ટમાંથી ગઈ તા. 4ના રોજ એક મહિલા બસમાં ચડવા જતાં તેમનું મંગળસુત્ર કોઈ અજાણ્યા વ્યક્તિએ તફડાવી લીધાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. આ બનાવમાં પીઆઈ આર.જી બારોટની રાહબરી ડી સ્ટાફના એએસઆઈ એમ.વી. લુવા, ભરતસિંહ ગોહિલ, કિશનભાઈ આહિર, જયરાજસિંહ કોટિલા અને હેતલબેન સહિતના સ્ટાફે બનાવને ગંભીરતાને ધ્યાને લઈ એસટી બસપોર્ટના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતાં. જેમાં બે મહિલા અને તેમની સાથે બે સગીરા દેખાઈ હતી.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સ્ટાફે દાહોદના મોટી ખરજ ગામે રહેતી મુંગીબેન જીમાલભાઈ ભાભોર, મધ્યપ્ર્રદેશના ભીમફળિયા ાગમે રહેતા મીરાબેન આકાશભાઈ મેડા અને તેમની સાથે બે સગિરાની ધરપકડ કરી હતી. આ બનાવમાં ઝડપાયેલ મુંગીબેન અગાઉ સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ ચોરીના બનાવમાં પોલીસ ચોપડે ચડી ચુકી છે. ઝડપાયેલા ચારેય મહિલા પાસેથી રૂા. એક લાખનું મંગળસુત્ર કબ્જે કરવામાં આવ્યું હતું તેમજ તમામની પુછપરછમાં વધુ ચોરીના ભેદ ખુલે છે કે કેમ તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement