For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, સુરક્ષા વધારાઇ

12:33 PM Dec 28, 2023 IST | Bhumika
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ  સુરક્ષા વધારાઇ

દેશના જુદા જુદા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે ગુજરાતના અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદ સહિત દેશના અન્ય એરપોર્ટના સત્તાવાર આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે.

Advertisement

એરપોર્ટ ઉડાવી દેવાના ધમકી ભર્યા મેલથી દેશની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ધમકીના પગલે એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Advertisement

મંગળવારે પણ દેશના અનેક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના આવેલા મેલ બાદ દેશના તમામ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મેલ આવ્યા બાદ ટોચની સુરક્ષા એજન્સીઓની બેઠકોનો દોર શરૂૂ થયો છે.

સાયબર સેલની મદદથી મેલ મોકલનારનું પગેરું મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, મંગળવારે RBI ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી. મુંબઈમાં RBI ઓફિસ, HDFC બેંક અને ICICIબેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી મળી હતી. મુંબઈમાં RBIની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જેમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement