For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિદ્યાસહાયકની ભરતીમાં ટ્રાયલ સર્ટિફિકેટ માગતા સૌ.યુનિવર્સિટીમાં ઉમેદવારોનો ધસારો

04:40 PM Nov 09, 2024 IST | admin
વિદ્યાસહાયકની ભરતીમાં ટ્રાયલ સર્ટિફિકેટ માગતા સૌ યુનિવર્સિટીમાં ઉમેદવારોનો ધસારો

ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓની લાંબી લાઈન લાગી

Advertisement

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા વિદ્યાસહાયકોની ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. અને ઓનલાઈન નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ઉમેદવારો પાસેથી ડોક્યુમેન્ટમાં ધો.12નું રિઝલ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ, સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રીનું સર્ટીફિકેટ સહિત 20થી વધારે ડોક્યુમેન્ જોડવવા સુચના અપાઈ છે. જે અંતર્ગત ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો દ્વારા ટ્રાયલ સર્ટિ કઢાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉમટી પડતા બારી પાસે ઉમેદવારોનો ધસારો વધી ગયો છે.

ધો.1થી 5માં ગુજરાતી માધ્યમમાં 5 હજાર જગ્યાઓ માટે ભરતી કરાશે. જ્યારે ધો.6થી 8માં ગુજરાતી માધ્યમમાં 7 હજાર જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. જ્યારે ધો.1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે. શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગીની પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ વેબસાઈટ પર મુકવામાં આવી છે. જે ઉમેદવારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અથવા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાંથી સ્નાતક કે અનુસ્નાતક થયા છે તેમણે વિદ્યા સહાયકની ભરતી માટે ટ્રાયલ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે.

Advertisement

ધોરણ 1થી8માં વિદ્યા સહાયકની ભરતી માટેના ફોર્મ હાલ ઓનલાઈન ભરવામાં આવી રહ્યા છે પરંતુ અગાઉની સરખામણીમાં આ વર્ષે ભરતીમાં વય મર્યાદા એક વર્ષ ઘટાડી નાખવામાં આવી છે. 2022ની ભરતી વખતે બિન અનામતની વયમર્યાદા 18થી 36 વર્ષ રાખવામાં આવી હતી. જોકે, આ વખતે વયમર્યાદા ઘટાડી 18થી 35 વર્ષ કરી છે. પુરૂૂષ અને મહિલા બંને ઉમેદવારો માટેની વયમર્યાદામાં ઘટાડો કરાયો છે. 2022 વખતે ભરતીમાં કોરોનાના પગલે વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી હતી. જોકે કોરોના પછી તે પત્રની મર્યાદા પૂર્ણ થતા ફરી જૂનો નિયમ અમલમાં આવતા વય મર્યાદા એક વર્ષ ઘટાડાયું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement