રૂપાણી-માંડવિયા-ઠાકરને દિલ્હી વિધાનસભાની જવાબદારી
ભાજપ ચૂંટણી યોજાય તે પહેલા જ ચૂંટણીની તૈયારીમાં લાગી જતું હોય છે. આવું એક વખત નહીં પરંતુ અનેક વખત આપણે જોયું છે. મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય કે પછી જમ્મુ એન્ડ કાશ્મીર હોય કે અન્ય કોઈ રાજ્યની ચૂંટણી હોય, ભાજપ આગોતરું આયોજન કરવામાં માહેર છે. આ આગોતરા આયોજનના કારણે ભાજપને પરિણામ પણ મળે છે.
આગોતરા આયોજનમાં ભાજપે વિવિધ રાજ્યોના સક્રિય કાર્યકર્તાઓને જવાબદારી ચૂંટણી માટે સોંપવામાં આવે છે. આ જવાબદાર કાર્યકર્તાઓ બુથ તેમજ મંડળ સહિતના લોકો સાથે વાર્તાલાપ કરી, માઇનસ બુથો હોય, ભાજપને કેમ સમર્થન કરતા નથી જેવી તમામ પ્રકારના કારણો શોધી અને ભાજપ કેવી રીતે જીતે તે માટેનો રોડ મેપ નક્કી કરતા હોય છે.
આવી જ કાર્યવાહી વધુ એક વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાય તે પૂર્વે જોવા મળી રહી છે.
2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ટર્મ પૂરી થવા જઈ રહી છે. ચૂંટણીને લઈને ભાજપ અત્યારથી જ એક્ટિવ થઈ ચૂક્યું છે. જેના ભાગરૂૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના કેટલાક કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને જવાબદારી સોંપવામાં આવી છે.
એવી જ રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીને તાજેતરમાં નિરીક્ષક તરીકેની જવાબદારી મહારાષ્ટ્રમાં સોંપવામાં આવી હતી. હવે દિલ્હી વિધાનસભાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. દિલ્હી વિધાનસભામાં સંગઠનલક્ષી કામગીરીની જવાબદારી વિજય રૂૂપાણીના શિરે છે.
હાલ વિજય રૂૂપાણી પંજાબ રાજ્યના ભાજપના પ્રભારી તરીકેની કામગીરી પણ કરી રહ્યા છે. તેવી રીતે રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકને પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી તે પૂર્વે દિલ્હી વિધાનસભા બેઠકની કામગીરી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરને પણ નિરીક્ષક તરીકે સેન્સ માટે જોડાવાની કામગીરી પણ સોંપવામાં આવી છે. અમિત ઠાકર હાલ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય છે. તદુપરાંત તેઓએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ ખૂબ સારી કામગીરી કરી હતી.