For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં રૂપાલા V/S ધાનાણીનો જંગ?

01:23 PM Mar 13, 2024 IST | Bhumika
રાજકોટમાં રૂપાલા v s ધાનાણીનો જંગ

લોકસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા ભાજપ બાદ કોંગ્રેસે પણ ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે અને ગઈકાલે ગુજરાતના સાત સહિત દેશના 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દેતા બાકીનીબેઠકોના નામો અંગે ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભાની બેઠક ઉપર કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલા સામે કોંગ્રેસ પૂર્વ વિપક્ષી નેતાના પરેશ ધાનાણીને મેદાને ઉતારે તેવી ચર્ચાથી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

Advertisement

પરેશ ધાનાણીએ અગાઉ 2002માં ધારાસભાની ચૂંટણીમાં પરસોતમભાઈ રૂપાલાને હરાવ્યા હતાં હવે રૂપાલા રાજકોટ લોકસભા બેઠક લડવા આવતા કોંગ્રેસ રાજકોટમાં ધાનાણીને મેદાનમાં ઉતારવા વિચારી રહ્યાનું જાણવા મળે છે.કોંગ્રેસના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે પરેશ ધાનાણીને રાજકોટ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા દબાણ શરૂ કર્યુ છે આ ઉપરાંત લોકસભાની ચૂંટણી લડવાની ના પાડનાર પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પણ ચૂંટણી લડવા કોંગ્રેસ હાઈકમાન્ડે દબાણ વધાર્યુ છે.

લોકસભા ચૂંટણી 2024ને લઈ કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં ગુજરાતમાંથી 7 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને બીજી વખત ટિકિટ આપવામાં આવી છે.બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. વલસાડ બેઠક પરથી અનંત પટેલને ટિકિટ મળી છે. બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળી છે.

Advertisement

પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવીયા સામે લલિત વસોયા મેદાને ઉતરશે. આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે. લલિત વસોયા રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે. લલિત વસોયાની છાપ એક લડાયક નેતા તરીકેની છે.પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement