For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દોડના માર્ક નહીં ગણાય, ત્રણને બદલે બે તબક્કામાંજ પરીક્ષા

01:04 PM Mar 08, 2024 IST | Bhumika
દોડના માર્ક નહીં ગણાય  ત્રણને બદલે બે તબક્કામાંજ પરીક્ષા
  • PSIની ભરતી માટે નવા નિયમ જાહેર, પેપર-1ના દરેક ભાગમાં ઓછામાં ઓછા 40 માર્ક મેળવનાર ઉમેદવારનું જ પેપર-2 ચકાસાશે

પોલીસ વિભાગમાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે.જેમાં પીએસઆઇની ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ પોલીસ ભરતમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા.જો કે હવે નવા નિયમમાં દોડ માત્ર નિયત સમયમાં જ પૂરી કરવાની રહેશે. જેના માર્ક નહી આપવામાં આવે.
પીએસઆઇની ભરતીના નવા નિયમો મુજબ, હવે 3 પરીક્ષાની જગ્યાએ શારીરિક અને મેઈન્સ એમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. જે પૈકી 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર હશે. જે પૈકી એક પપેર 200 માર્કનું અને એમસીક્ીયુ આધારિત હશે. જ્યારે બીજુ પેપર 100 માર્કનું રહેશે.

Advertisement

અગાઉ શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું,જે રદ્દ કરવામાં આવ્યું છે. આ સિવાય શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવ્ય છે.
આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, જેના કોઈ ગુણ આપવાના રહેશે નહી અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ શકશે.જણાવી દઈએ કે, પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની પ્રિલીમ પરીક્ષા લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1(ગુજરાતી), પેપર-1(અંગ્રેજી), પેપર- 3(સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ-400 ગુણની એમસીક્ીયુ ટેસ્ટ હતી.

આ ઉપરાંત જૂના નિયમોમાં રાખવામાં આવેલા સાયકોલોજી, સોશિયોલોજી, આઇપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહીબિશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ્દ કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement