For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી મહાપાલિકા બનતાં જ રાજીનામાંની હોડ

12:44 PM Jan 28, 2025 IST | Bhumika
મોરબી મહાપાલિકા બનતાં જ રાજીનામાંની હોડ

Advertisement

મહાપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને ટ્રાફિક સહિતના મુદ્દાઓ ઉપ ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જો વાત કરીએ મહાપાલિકાના સ્ટાફની તો નગરપાલિકામાંથી મહાપાલિકા બનેલ કચેરીમાં ટાંચા સાધનો અને સ્ટાફનો અભાવ હોવાના કારણે જે કર્મચારીઓ હાલમાં કામ કરી રહ્યા છે તેના ઉપર સતત કામનું ભારણ વધી રહ્યું છે અને એક કર્મચારીને એકથી વધુ ટેબલની જવાબદારી સોંપવામાં આવી છે જેથી હાલમાં એક પછી એક કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રાજીનામાં મુકવામાં આવી રહ્યા છે તેવામાં સૂત્ર પાસેથી મળતી વખતે પ્રમાણે મહાપાલિકાના ચાર કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રાજીનામાં મૂકી દેવામાં આવ્યા છે અને હજુ પણ કેટલાક કર્મચારીઓ રાજીનામાં મુકવાની તૈયારીમાં છે.

મોરબી મહાપાલિકા બન્યા બાદ રોડ રસ્તાની આજુબાજુમાં ખટકાયેલા દબાણ દૂર કરવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ જુદા જુદા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી કર્મચારીઓ પાસેથી કામગીરી લેવામાં આવી રહી છે ત્યારે મહાપાલિકાના સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ છેલ્લા દિવસોમાં મહાપાલિકાના ચાર જેટલા કર્મચારીઓ દ્વારા પોતાના સ્વૈચ્છિક રાજીનામાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને ધરી દેવામાં આવ્યા છે સૂત્રોના કહેવા મુજબ મહાપાલિકાના રોશની વિભાગમાં ફરજ બજાવતા નિરંજનભાઇ ભટ્ટ, વોટર વર્કસ વિભાગમાં ફરજ બજાવતા હર્ષદભાઈ કંસારા, વ્યવસાય વેરા વિભાગમાં ફરજ બજાવતા જગદીશભાઈ સોલંકી તેમજ લાખુભા ઝાલા નામના ચાર કર્મચારીઓ દ્વારા મહાપાલિકામાંથી પોતાના સ્વૈચ્છિક રાજીનામાં ધરી દીધા છે. અને હજુ પણ કેટલાક કર્મચારીઓ પોતાના રાજીનામાં તૈયાર કરીને હાથમાં લઈને મહાપાલિકામાં આંટા મારી રહ્યા છે અને ગણતરીના દિવસોમાં તેમના રાજીનામાં પણ કમિશનરના ટેબલ ઉપર પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીએ છે કે, મોરબી નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાફની ભરતી કરવામાં આવી ન હતી જેથી કરીને આંગળીના ટેરવે ગણી શકાય તેટલા કાયમી કર્મચારીઓ ઓફિસ વર્કમાં હતા અને મોટાભાગના રોજમદાર અને હંગામી કર્મચારીઓને કામે રાખીને નગરપાલિકાનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું હતું તેવામાં નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે જો કે, કર્મચારીઓ હતા તેમાં નવા કર્મચારીઓનો હાલમાં ઉમેરો થયેલ નથી. પરંતુ જે કર્મચારીઓ હાલમાં કામ કરી રહ્યા છે તેમાં એક કર્મચારી પાસે લગભગ બે થી પાંચ ટેબલ સુધીની કામગીરી સોંપવામાં આવી છે જેથી ઓવરલોડ કામગીરી કે અન્ય કોઈપણ કારણોસર હાલમાં મહાપાલિકા કચેરીમાં સ્વૈચ્છિક રાજીનામાં પડવા લાગ્યા છે વધુમાં સૂત્રોના કહેવા પ્રમાણે વર્ષો જુના કાયમી કર્મચારીઓને કોમ્પ્યુટર ન આવડતા હોવાના કારણે તેઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને કોમ્પ્યુટર સિસ્ટમ ન હોવાથી તેમજ સ્ટાફ પૂરતો ન હોવાથી અને ટાંચા સાધનોથી કામ કરવાનું હોવાના કારણે કેટલાક કર્મચારીઓ સ્વૈચ્છિક રાજીનામાં મૂકી રહ્યા હોય તેવું પણ મહાપાલિકા કચેરીમાં ચર્ચા રહેવું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement