રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડોદરા પાલિકામાં નોકરીની અફવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચતા હંગામો

05:20 PM Aug 31, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વડોદરા મહાનગરપાલિકામાં નોકરી વાત વહેતી થતા મોટી સંખ્યામાં લોકો કચેરીએ પહોંચ્યા છે. જેને લઇને એક તબક્કે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. જો કે, બાદમાં આ વાત અફવાહ માત્ર હોવાનું ધ્યાને આવતા તમામે નિરાશ થવું પડ્યું હતું. તાજેરમાં વડોદરાના યુવાનોને એએમસીના જેકેટ પહેરાવીને સાફસફાઇ કરાવતા વિવિદ સામે આવ્યો હતો. આ વિવાદના બીજા દિવસે નોકરીની વાત લોકો વચ્ચે વહેતી થઇ હતી.

વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ સઘન સાફ સફાઇ માટે અમદાવાદ અને સુરતથી સફાઇ સેવકોની ટીમોને બોલાવવામાં આવી છે. ગતરોજ એએમસીના જેકેટ પહેરીને કામ કરતા કેટલાક લોકો વડોદરાના જ હોવાનું ધ્યાને આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકા પાસેથી ઉંચી ફી વસુલીને રોજમદાર યુવાનોને સસ્તા ભાવે કામે લાવ્યા હોવાનું સપાટી પર આવ્યું હતું. જો કે, બાદમાં પાલિકા કમિશનર દ્વારા યોગ્ય વળતર આપવા માટેની બાંહેધારી આપવામાં આવી હતી. આ ઘટનાના બીજા દિવસે સવારે પાલિકામાં સફાઇ સેવકોની નોકરી મળવા અંગેની વાત વહેતી થતા મોટી સંખ્યામાં લોકો પાલિકાની વોર્ડ નંબર - 7 ની કચેરીએ પહોંચ્યા હતા.

વહેલી સવારે પાલિકાની કચેરીએ મોટી સંખ્યામાં લોકો આવી જવાના કારણે માહોલમાં ઉસ્તુકતા વ્યાપી જવા પામી હતી. જો કે, તમામનું ત્યાં પહોંચવાનું કારણ નોકરી અંગેની વાત હતી. પરંતુ ત્યાં જઇને જાણ્યું કે, પાલિકા તંત્ર દ્વારા આવી કોઇ નોકરી સંબંધિક કામગીરી કરવામાં આવનાર નથી. જેથી તેમના સુધી વહેતી થયેલી વાત અફવાહ માત્ર હતી. બાદમાં તમામ નોકરીવાંચ્છુઓ દ્વારા તેમને પાલિકામાં નોકરી આપવામાં આવે તેવું રટણ કરવામાં આવ્યું હતું. આમ, એક અફવાહ વહેતી થતા મોટી સંખ્યામાં યુવક,યુવતિ અને મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચી ગયા હતા.

Tags :
gujaratgujarat newsVadodara municipalityvadodara news
Advertisement
Next Article
Advertisement