ભાજપના જિલ્લા પ્રમુખ બનવા માટે સાત કોઠા વીંધવા પડે તેવા નિયમો
બે ટર્મ સક્રિય સભ્ય હોવાના નિયમથી પક્ષપલટુઓ માટે દરવાજા બંધ
આજથી ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, બે દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે
ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની નિમણુંકો બાદ હવે આવતીકાલે શનિવારથી જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણુંકો માટે પ્રકીયા શરૂ કરવામાં આવી છે. સાથો સાથ પ્રદેશ પ્રમુખની નિમણુંક માટે પણ ભાજપ હાઇકમાન્ડે ચુંટણી અધિકારી તરીકે કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવની નિમણુંક કરી દીધી છે.
ભાજપે મહાનગરો અને જિલ્લા પ્રમુખોની નિમણુંકો માટે આકરા માપદંડ નકકી કર્યા છે અને પ્રમુખ બનવા માટે સાત કોઠા વિંધવા પડે તેવા સાત માપદંડો નકકી કર્યા છે.
ભાજપે મહાનગર અને જિલ્લા ભાજપે નકકી કરેલા માપદંડો મુજબ (1) પ્રમુખ પદના ઉમેદવાર બે વખત સક્રિય સભ્ય હોવા જોઇએ, (2) મંડલ અધ્યક્ષ, અથવા જિલ્લા પ્રદેશ સ્તરે કે મોરચા- પ્રકલ્પમાં કામ કરેલ હોવું જોઇએ, (3) જિલ્લા પ્રમુખ તરીકે મહીલાનો સમાવેશ કરી શકાશે, (4) પરિવારમાં એક વ્યકિત એક હોદાનો નિયમ લાગુ પડશે, (5) બે વખત જિલ્લા પ્રમુખ રહ્યા હોય તેને રિપીટ કરાશે નહીં, (6) પ્રમુખ બનવા ઇચ્છુક વ્યકિત કોઇપણ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલ હોવા જોઇએ નહીં તેમજ ચારિત્રયની બાબતમાં કોઇ કેસ થયેલ હોવો જોઇએ નહીં તેમજ (7) પાર્ટી દ્વારા સસ્પેન્ડ થયેલ વ્યક્તિ પ્રમુખ પદની દાવેદારી કરી શકશે નહીં. આમ ભાજપે નકકી કરેલા માપદંડ મુજબ અન્ય પક્ષોમાંથી ભાજપમાં આવેલા માટે પણ દરવાજા બંધ થઇ ગયા છે તો હોદો ધરાવતા પરિવારની બીજી વ્યકિતને પણ પ્રમુખ પદ મળી શકશે નહીં.
ગઇકાલે ભાજપ જિલ્લા-પ્રમુખની નિયુક્તિ માટે કમલમ ખાતે ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા-પ્રમુખની ચૂંટણી યોજવા અનુષંગિક તાલીમ સંગઠન મહામંત્રી રત્નાકરની હાજરીમાં યોજાઈ હતી. પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા 3 વર્ષ સક્રિય સભ્ય હોવા જરૂૂરી છે. ભાજપના જિલ્લા-પ્રમુખની પસંદગી માટે ચૂંટણીપ્રક્રિયા તારીખ 3થી 8 જાન્યુઆરી દરમિયાન યોજી 10 જાન્યુઆરી સુધીમાં 50 ટકા પ્રમુખોની વરણી કરી રણનીતિ ઘડાઈ છે. જિલ્લા પ્રમુખોની નવા નિમણૂક આગામી 10 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાની રૂૂપરેખા ઘડવામાં આવી છે.
જિલ્લા તથા શહેર ભાજપ-પ્રમુખની નિમણૂકને લઈ આજે કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં 3 વર્ષથી સક્રિય સભ્ય જ ભાજપ શહેર-જિલ્લા પ્રમુખ બની શકશે. ભાજપ શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈને નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ સેન્સ માટે જશે. ત્યારે કાલે મળનારી બેઠકમાં વાવ-થરાદ અને બનાસકાંઠાના જિલ્લા-પ્રમુખો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેર અને જિલ્લામાં જાતિગત સમીકરણ પણ લક્ષ્યમાં મુકવામાં આવ્યો છે. તેમજ અમુક કિસ્સામાં 60 વર્ષની મર્યાદાની છૂટછાટ આપવાની પ્રદેશ કાર્યાલયથી સૂચના કરી શકે છે. એમાં જિલ્લા-પ્રમુખ માટે 60 વર્ષની વય મર્યાદા અમલી થશે.
વિજય રૂપાણી રાજસ્થાનના ચૂંટણી અધિકારી, ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીને રાજસ્થાનના ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે પીયૂષ ગોયલ ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારી બન્યા છે, જ્યારે બિહારના મનોહર લાલ ખટ્ટર અને ધર્મેન્દ્ર પ્રધાન મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી બન્યા છે. સુનિલ બંસલને ગોવાના ચૂંટણી અધિકારી અને ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, શિવરાજ સિંહ ચૌહાણને કર્ણાટકના ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.