For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો: 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

06:44 PM Jan 10, 2025 IST | Bhumika
અમદાવાદમાં વધુ એક hmpv વાયરસનો કેસ નોંધાયો  9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Advertisement

દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે HMPV વાયરસે ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઈરસના અમુક કેસો ભારત સહિત ગુજરાતમાં નોંધાયા છે. ત્યારે HMPVનો વધુ એક કેસ અમદાવાદનાસાઉથ બોપલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા 9 વર્ષના બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. 6 જાન્યુઆરીના રોજ બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમનો રિપોર્ટ 9 જાન્યુઆરીના રોજ પોઝિટિવ આવ્યો છે.

મળતી માહિતી અનુસાર બાળ દર્દીને છેલ્લા કેટલાય સમયથી શરદી - ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તેમની વિદેશ કે અન્ય કોઈ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીના સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

Advertisement

ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યતંત્રએ સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલી આપ્યાં હતાં, જેનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, બાળક બેબીકેર હોસ્પિટલમાં છેલ્લા 72 કલાકથી વૅન્ટિલેટર પર છે, જો કે હાલ સ્થિતમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુજરાત સહિત ભારતનાં ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસનાં તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement