For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોર્ટમાં મહિલા સહિત બે વકીલ ઉપર બે અસીલનો હુમલો

05:30 PM Jan 10, 2025 IST | Bhumika
કોર્ટમાં મહિલા સહિત બે વકીલ ઉપર બે અસીલનો હુમલો

ધમકી આપવાના કેસમાં કેસ મુદતે આવેલા બંને શખ્સો ચાલુ કોર્ટમાં વીડિયો ઉતારવાની ના પાડતા ઝઘડો કરી સીડીમાં વકીલને આંતરી માર માર્યો: છોડાવવા વચ્ચે પડેલ મહિલા આસિસ્ટન્ટને બટકાં ભર્યા

Advertisement

શહેરમા કાયદો અને વ્યવસ્થા કથડીને બેહાલ થઇ હોય તેમ અવાર નવાર લુખ્ખા તત્વો પોલીસને પડકાર ફેકતા હોય તેવી ઘટનાઓ પ્રકાશમા આવી છે ત્યારે વધુ એક ઘટનામા જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડીંગના પાંચમા માળે ધમકી આપ્યાના કેસમા કોર્ટ મુદતે આવેલા સગા બે ભાઇઓએ ચાલુ કોર્ટે વીડીયો શુટીંગ શરૂ કરતા તેના વકીલે વીડીયો શુટ કરવાની ના પાડતા બંને અસીલોએ પોતાના વકીલ સાથે ઝઘડો કરી હુમલો કરી માર માર્યો હતો. વકીલને છોડાવવા વચ્ચે પડેલ મહીલા આસીસ્ટન્ટને બંને શખ્સોએ હાથમા બટકા ભરી માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા બંને વકીલને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમા વકીલોના ટોળા ઉમટી પડયા હતા.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગતો મુજબ શહેરમા બાબરીયા કોલોની વિસ્તારમા આવેલા રંગીલા પાર્કમા રહેતા યુવા એડવોકેટ ભાર્ગવભાઇ ધર્મેશભાઇ બોડા (ઉ.વ. ર7) અને હનુમાન મઢી પાસે રહેતા સરોજબેન મુકેશભાઇ વિંઝુડા નામના ર7 વર્ષના એડવોકેટ બપોરના બારેક વાગ્યાના અરસામા જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડીંગમા પહેલા માળે હતા ત્યારે હરીશ પઢીયાર અને તેના ભાઇ અનીલ પઢીયારે ઝઘડો કરી એડવોકેટ ભાર્ગવ બોડા અને સરોજબેન વિંઝુડા ઉપર હુમલો કરી માર માર્યો હતો અને સરોજબેન વિંઝુડાને હાથમા બચકા ભરી લીધા હતા.

Advertisement

કોર્ટમા મારામારીની ઘટના બનતા વકીલો એકઠા થયા હતા અને વકીલ ઉપર હુમલો કરનાર બંને શખ્સને ઝડપી લઇ પોલીસ હવાલે કર્યા હતા. હુમલા ઘવાયેલા મહીલા એડવોકેટ સહીત બંને વકીલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. કોર્ટમા જ વકીલો પર હુમલો થયાની ઘટનાને સીનીયર - જુનીયર વકીલોએ સખત શબ્દોમા વખોડી કાઢયો છે.

પ્રાથમીક પુછપરછમા હુમલાખોર હરીશ પઢીયાર અને અનીલ પઢીયાર એડવોકેટ ભાર્ગવ બોડાના અસીલ છે અને સરોજબેન વિંઝુડા ભાર્ગવ બોડાના આસીસ્ટન્ટ એડવોકેટ છે. હરીશ પઢીયાર અને અનીલ પઢીયાર ધમકી આપવાના કેસમા આજે કોર્ટ મુદતે આવ્યા હતા.

પાંચમા માળે ચાલુ કોર્ટ દરમ્યાન બંને આરોપીઓ વીડીયો શુટીંગ ચાલુ કર્યુ હતુ તેથી તેના એડવોકેટ ભાર્ગવ બોડાએ કોર્ટમા વીડીયો શુટીંગ કરવુ તે ગેરકાયદેસર છે તેમ કહી વીડીયો શુટીંગ કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા બંને શખ્સોએ એડવોકેટ ભાર્ગવ બોડા સાથે ઝઘડો કર્યો હતો અને પાંચમા માળેથી સીડીએથી નીચે ઉતરી રહેલા એડવોકેટ ભાર્ગવ બોડાને આંતરી બંને શખ્સોએ પછાડી દઇ માર માર્યો હતો. ભાર્ગવ બોડાને બચાવવા વચ્ચે પડેલા એડવોકેટ સરોજબેન વિંઝુડાને માર મારી બચકા ભર્યાનુ જાણવા મળ્યુ છે.

એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની ઊઠી માંગ

કોર્ટ બિલ્ડિંગમાં જાહેર મહિલા સહિત બે વકીલ પર થયેલા હુમલા ના ઘેરા પડઘા પડ્યા છે. વકીલો પર થતા હુમલાઓને ધ્યાનમાં લઈને સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવામાંની ફરી માંગ ઉઠવા પામી છે.

ગુજરાતભરમાં અવારનવાર વકીલો પર સામે પક્ષ અથવા અન્ય કોઈ લોકો દ્વારા હુમલો કર્યાની ઘટના બને છે. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે વકીલો પર હુમલા અને હિંસક પ્રવૃતિઓમાં વધારો થયો છે. ત્યારે રાજ્યમાં મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની જરૂૂરત છે. હિંસા અને હુમલામાં અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે, જેથી ન્યાય સેવામાં અટકાવ થઈ છે. સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની ફરી માંગ ઉઠવા પામી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement