રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાસકોની મતિ મારી ગઈ, ગંદકીના દંડમાં ઘટાડો કર્યો

05:20 PM Feb 21, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. છતાં લોકો દ્વારા શહેરમાં ગંદકી ફેલાવવાનું કૃત્ય કરાતું હોવાનું મનપાએ અલગ અલગ નિયમો હેઠળ દંડની કાર્યવાહી કરાતી હોય છે. છતાં લોકો ન સુધરતા હવે ગંદકી સબબા તમામ નિયમોમાં ભારે દંડની જોગવાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને કમિશનર દ્વારા સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પરંતુ કમિટી મેમ્બરો દ્વારા દંડમાં વધારો કરવાના બદલે અમુક દંડમાં ઘટાડો કરતા શહેરને ગંદુ કરનાર ઈસમોને રાહત આપી હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે કમિશનર દ્વારા શહેરમાં ગંદકી કરતા લોકો વિરુદ્ધ થતા દંડમાં વધારો કરવાની દરખાસ્ત રજૂ કરેલ પરંતુ સ્ટેન્ડીંંગ કમિટીઅ ે વધારાના બદલે દંડમાં ઘટાડો મંજુર કર્યો હતો. જેમાં ખાસ કરીને જાહેરમાં કચરો ફેંકતા, ગંદકી કરવા, કચરા પેટીની બહાર કચરો નાખવો સહિતના દંડ 500ના બદલે 250 કરવામાં આવ્યો હતો તેમજ હોટલ, રેસ્ટોરન્ટ, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડી વગેરેમાં કચરાપેટી ન રાખવાનો રૂા. 1000 દંડ તેમજ હોટલ-રેસ્ટોરન્ટ, કોમ્યુનિટી હોલ વગેરેમાં એઠવાડ કચરાપેટીમાં ન નાખવા બદલ રૂા. 2000 તેમજ ઉદ્યોગોમાં કચરા ટોપલી ન રાખવા બદલ રૂા. 500 તેમજ હોસ્પિટલો ઈન્ડોર પેશન્ટ વાળા દવાખાનાઓ કચરાપેટી ન રાખે તો રૂા. 10, 000 દંડ કરવાનો નિયમ મંજુર કરવામાં આવ્યો હતો.

આજની સ્ટેન્ડિંગમાં કમિશનર દ્વારા સુચવવામાં આવેલ દંડની રકમમાં ઘટાડો કરવામાં આવેલ જેના કારણે રાજકોટ શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર તેમજ ગંદકી કરનારને હિંમત મળશે જેની સામે હોસ્પિટલો દ્વારા મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકવાનું કૃત્ય કરવામાં આવતું હોય છે. જેના લીધે રોગચાળા ફેલાવવાનો ભય ઉભો થતો હોય છે. આથી હોસ્પિટલોને સબક સિખાડવા રૂા. 25 હજારની જોગવાઈ કરવામાં આવેલ પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ આજે મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકવા અથવા કચરાપેટી તેમજ ટીપરવાનમાં ફેંકવા સબબ રૂા. 10 હજારનો દંડ નિયત કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ક્ધટ્રક્શન વેસ્ટ તથા પ્રતિબંધીત પ્લાસ્ટિક વાપરવા અને જાહેરમાં દીવાલો ઉપર જાહેરાતના ચોપાનિયાઓ લગાવવા સહિતના દંડમાં પણ કમિશનરે સુચવેલી રકમમાં ઘટાડો કરી દંડ નિયત કરવામાં આવ્યો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement