રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રૂડા ટીપી સ્કીમ નં.1માં કોમન પ્લોટ અંગેના નિર્ણયોમાં મોટા ફેરફાર કરાયા

05:02 PM Aug 02, 2024 IST | admin
Advertisement

અપીલકર્તાઓ 30 દિવસમાં અપીલ કરી શકશે: માહિતી અને નક્શા રૂડા કચેરીએથી મળશે

Advertisement

રાજકોટના નગર રચના યોજના અધિકારી દ્વારા આખરી નગર રચના યોજના નં-1 (રાજકોટ) (પ્રથમ ફેરફાર) અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.

જે અન્વયે નિયોનુસાર જે તે પ્લોટ માટે લેવાયેલા નિર્ણયોના ઉતારા, નમૂનો ડ મુજબ, નગર રચના યોજના નં-1 (રાજકોટ) (પ્રથમ ફેરફાર)માં આવતી દરેક મિલકતોના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી છે.
આ નિર્ણયોથી અસંતોષ થયો હોય તેવી હિતસંબંધ ધરાવતી વ્યક્તિ-માલિકોને નિર્ણયોના ઉતારાની નકલ મળ્યેથી એક માસની અંદર, અપીલપાત્ર નિર્ણયોની સામે રાજ્યકક્ષાના બોર્ડ ઑફ અપીલના અધ્યક્ષ (સી/ઓ, મુખ્ય નગર નિયોજકની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, ચ-3, ક્રોસ રોડ, સેક્ટર-10/એ, ગાંધીનગર)ને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ લગાવી ત્રણ નકલમાં લેખીત અપીલ અરજી કરી શકશે.

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-53 મુજબ, ન.ર.યો.ના કેટલાક નિર્ણયો છેવટના છે, જ્યારે કલમ-54 મુજબ કેટલાક નિર્ણયો કલમ-55 મુજબ રચાતા અપીલ બોર્ડ સમક્ષ અપીલને પાત્ર છે. તૈયાર આખરી નગર રચના યોજનાની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નિરિક્ષણ માટે, પ્રવર નગર નિયોજકની કચેરી, રાજકોટ નગર રચના યોજના, રૂડા બિલ્ડિંગ, છઠ્ઠો માળ, ચીમનભાઈ પટેલ વિકાસ ભવન, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement