For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મ્યુઝિકલ નાઈટમાં 5200 સીટિંગ સામે 12000 VIP પાસની લહાણી કરાતા હંગામો

06:04 PM Nov 20, 2024 IST | Bhumika
મ્યુઝિકલ નાઈટમાં 5200 સીટિંગ સામે 12000 vip પાસની લહાણી કરાતા હંગામો
Advertisement

રાજકારણીઓ અને અમુક ઉચ્ચ અધિકારીઓ સોફા ઉપર ગોઠવાઈ ગયા, મહેમાનોને બેસવા ન મળતા રઝળી પડ્યા

એન્ટ્રીનો ડખો અને ઉપરથી કલાકારોએ આગલી હરોળના લોકોને ઉત્સાહભેર બોલાવતા વાત વધુ વણસી

Advertisement

મહાનગરપાલિકા દદ્વારા શહેરીજનો માટે અવાર નવાર અવનવા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.વર્ષોથી કોર્પોરેશન આતસબાજી, સંગીત સંધ્યા, મ્યુઝિકલ નાઈટ સહિતના કાર્યક્રમો યોજે છે. છતાં વ્યવસ્થા જાળવવામાં તંત્ર ઉણુ ઉતર્યુ હોય તેમ ગઈકાલે ડી.એચ. કોલેજ ખાતે યોજાયેલ અમાન મલિક મ્યુઝીકલ નાઈટના કાર્યક્રમ દરમિયાન પ્રવેશ અને સિટિંગ બાબતે અફરા તફરી સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. જ્યારે વીઆઈપીસહિતના મુખ્ય ગેઈટોની આગળ ફાયર ફાયટર રાખી રસ્તા બંધ કરી લોકોને સમજાવવામાં તંત્રને પરસેવો વળી ગયો હતો. આ અંધાધુંધીનું મુખ્ય કારણ 5200 સીટીંગ સામે અંદાજે 12 હજાર વીઆઈપી પાસની લાણી કરાતા બેઠક વ્યવસ્થા ખુટી પડતાપાસ લઈને આવેલા પરિવારો દ્વારા હંગામો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

ડી.એચ. કોલેજ ખાતે ગઈકાલે બોલીવૂડ મ્યુઝીકલ નાઈટના કાર્યક્રમ દરમિયાન પ્રવેશ બાબતે હંગામો થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની અને કાર્યક્રમમાં આવનાર લોકોને પ્રવેશતા અટકાવવાની તંત્રને ફરજ પડી હતી. અને શહેરીજનોમાં વ્યવસ્થા કરવામાં તંત્ર ઉણુ ઉતર્યુ છે. તેવો દેકારો બોલી ગયો હતો. જેનું મુખ્ય કારણ સીટીંગ વ્યવસ્થાની સામે વધુ વીઆઈપી પાસ ફાળવી દેવાતા અફરા તફરીસર્જાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છાશવારે જુદા-જુદા પ્રસંગો નિમિત્તે જાહેરમાં યોજાતા કાર્યક્રમોમાં હોબાળો ન થાય તો નવાઈ ગણાય છે. રાજકોટ મનપાના પ1માં સ્થાપના દિવસને અનુલક્ષીને ડો. યાજ્ઞિક રોડ પરના ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે બોલિવૂડના પ્રખ્યાત ગાયક અમાલ મલિક અને નિખીતા ગાંધીની મ્યુઝિકલ નાઇટ્સમાં પણ હોબાળો-ઝપાઝપી થઇ હતી. કાર્યક્રમની શરૂૂઆતમાં મનપાના હોદેદારોની ભાષણબાજી અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. ત્યાર પછી અમાલ મલિક સ્ટેજ પર આવ્યો હતો. તેણે ગીત ગાવાનું શરૂૂ કરી લોકોને સ્ટેજ નજીક બોલાવતા ખાસ કરીને યુવાનો અને યુવતીઓ ધસી ગયા હતા. જેની સંખ્યા વધી જતાં હોબાળો મચી ગયો હતો.જેના પરિણામ સ્વરૂૂપ ખુદ અમાલ મલિકે શાંતિ જાળવવા અપીલ કરવી પડી હતી.

સમાજ કલ્યાણ સમિતિના ચેરમેને સ્ટેજ પર જઈ શાંતિ રાખવા અપીલ કરી હતી. આ વખતે મનપાની વિજીલન્સ પોલીસ અને એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ વચ્ચે પડયો હતો. જેમાં એક-બે યુવાનો સાથે પોલીસને ઝપાઝપી થતાં મામલો તંગ પણ બન્યો હતો. જેના પરિણામે બે થી ત્રણ મિનિટ સુધી કાર્યક્રમ અટકાવી દેવો પડયો હતો.
વાત અહીં પૂરી થતી નથી. વીઆઈપી ગેઈટ પાસે લોકોનો ધસારો વધી જતાં આયોજકોએ આ ગેઇટ બંધ કરી ત્યાં ફાયર ટેન્ડર ગોઠવી દેતા લોકો વિફર્યા હતા અને હોબાળો મચાવતા ફરીથી વિજીલન્સ પોલીસ ત્યાં પણ દોડી ગઇ હતી. જ્યા લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના વિરોધમાં લોકોએ કાર્યક્રમના પાસ ફાડી હવામાં ઉડાડયા હતા. આ ગેઇટ પાસેથી કલેક્ટર નીકળવા જતાં તેમની માટે ફાયર ટેન્ડર થોડું દૂર ખસેડવું પડયું હતું.

આ કાર્યક્રમમાં વીઆઈપી અને વીવીઆઈપી માટે ગોઠવાયેલા સોફા અને ખુરશીઓ તો ભરાઈ ગઈ હતી. તેવી જ રીતે કાર્યક્રમમાં લાગતા વળગતાઓ અને રાજકીય લાવગ ધરાવતા લોકો વગર પાસે ઘુસી ગયાનો રોષ વીઆઈપી પાસ ધારકોમાં જોવા મળ્યો હતો. એક બાજુ તંત્ર દ્વારા સીટીંગ વ્યવસ્થામાં ગોટાળા થયા બાદ કલાકારોએ લોકોનો ઉત્સાહ જોઈ તેમને અભિવાદન માટે બોલાવતા વધુ અફરા તફરી જોવા મળી હતી.

ગઈકાલે યોજાયેલી નાઇટમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ગુલાબી કલરના પાસધારકો વીવીઆઈપી માટે તેમજ બ્લુ કલરના પાસ ધારકો વીઆઈપી માટે અને આમ જનતા માટે ને કઈ તરફના ગેઇટ થી એન્ટ્રી મળશે તે બાબતે જણાવ્યું હતું. પરંતુ વીઆઈપી તરફના ગેઇટ માં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી અને તે ફાયર બ્રિગેડ નું વાહન મૂકી દેવામાં આવેલ હતું અને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા જે પગલે નિમંત્રણ અપાયેલા કાર્ડ ધારકો રોષે ભરાયા હતા અને મહાનગરપાલિકાના નિમંત્રણ કાર્ડ ત્યાં રસ્તા પર ફાડી દઇ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં જે લોકો સમયસર આવેલ હોય તેવા વીવીઆઈપી પાસ ધારકો જે ગુલાબી કલરના પાસ હતા તેવા લોકોને વહેલો તે પહેલાંના ધોરણે સોફા પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને વીઆઈપી પાસ હતા તેવા લોકો માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ છતાં નિમંત્રણ અપાયેલા વીવીઆઈપી પાસમાં આગેવાનો ઉપસ્થિત થાય તે પહેલા વીઆઇપી પાસવાળા અને ભાજપના મળતીયાઓને ઘુસાડી દેવામાં દેવામાં આવેલ જે પગલે પાસ ધારકોને (નિમંત્રકો) ભારે હાડમારી વેઠવી પડી હતી.

મ્યુઝિકલ નાઈટના ખર્ચની વિગત આપો : કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના 51 વર્ષના સ્થાપના દિન નિમિત્તે દિવાળી ઉત્સવ તેમજ મેયર એવોર્ડ સહિતના કાર્યક્રમો ની સાથોસાથ 51મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપે સુપ્રસિદ્ધ બોલીવૂડ સિંગર અમાલ માલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત *બોલીવૂડ મ્યુઝીકલ નાઈટ યોજવામાં આવી હતી રાજકોટના યાજ્ઞિક રોડ પરના ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે રાત્રે યોજાયેલી આ નાઇટ માં અમારી જાણ મુજબ અડધો કરોડ જેટલો ખર્ચ કરવામાં આવેલ છે. તમામ ખર્ચના મહિનાઓ પછી બિલ મૂકવામાં આવતા ભ્રષ્ટાચારની દુર્ગંધ આવે છે. બોલીવૂડ મ્યુઝિકલ નાઈટનો તમામ ખર્ચની વિગત આજે જિલ્લા કલેકટર ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી સમક્ષ લેખિત માંગવામાં આવશે.

પાસ આપવા છતાં રાજકીય મળતિયાઓ ઘૂસી ગયાની ચર્ચા
બોલીવૂડ મ્યુઝિકલ નાઈટમાં ગઈકાલે સામાન્ય પ્રેક્ષકને બહુ તકલીફ પડી ન હતી પરંતુ ખાસ મહેમાનો કે જેઓને વીઆઈપી તેમજ વીવીઆઈપી પાસ આપવામાં આવ્યા હતા તેઓ માટે બેઠક વ્યવસ્થા ન હોવાથી અફરાતફરી સર્જાઈ હોવાનું જાણવા મળેલ છે. મનપાના સુત્રોના જણાવ્યા મુજબ કોઈ પણ કાર્યક્રમ માટે વીઆઈપી પાસ તૈયાર કરવાના હોય ત્યારે રાજકારણીઓ દ્વારા મોટી સંખ્યામાં પાસની માંગણી કરવામાં આવતી હોય છે. જે મુજબ પાસ તૈયાર પણ થાય છે. પરંતુ વ્યવસ્થા મુદ્દે ફક્ત અધિકારીઓ જ માથે જવાબદારી ઢોળી દેવાય છે. જેના લીધે કાર્યક્રમ દરમિયાન ઓછી બેઠક વ્યવસ્થા થઈ હોય ત્યારે તેમજ પાસ હોવા છતાં અમુક રાજકીય મળતિયાઓ તેમજ લાગવગિયાઓ વીઆઈપી જગ્યામાં ઘુસી જતાં હોય દર વખતે કાર્યક્રમ દરમિયાન આંધાધુંધી સર્જાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement