104 કરોડના સાયબર કૌભાંડના 5 આરોપીઓ સામે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા ચાર્જશીટ દાખલ
એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ, સુરત સબ-ઝોનલ ઓફિસે અનેક સાયબર ગુનાઓ અને છેતરપિંડીના કેસોમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સ્પેશિયલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી છે. રિલીઝમાં જણાવાયું છે કે આ કેસોમાં ગુનાની રકમ 104.15 કરોડ રૂૂપિયા જેટલી હતી.
ફરિયાદમાં મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાશીફ મકબુલ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ, ઓમ રાજેન્દ્ર પંડ્યા અને મિતેશ ગોકુલભાઈ ઠક્કરનું નામ વિવિધ સાયબર છેતરપિંડી યોજનાઓ દ્વારા દેશભરમાં લોકોને છેતરપિંડી કરવાના આરોપી તરીકે આપવામાં આવ્યું છે.
આ કેસ સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પર આધારિત હતો. રિલીઝમાં ઉમેરવામાં આવ્યું છે કે મુખ્ય આરોપીઓમાંથી એક, બસમ ડોક્ટર, હાલમાં ફરાર હતો અને આરબ દેશમાં હોવાની શંકા છે. તે ક્રિપ્ટો વોલેટ્સ દ્વારા ગુનાની રકમનો અંતિમ પ્રાપ્તકર્તા હોવાનું માનવામાં આવે છે.
"બેંક ખાતાના વિશ્ર્લેષણમાં એ પણ બહાર આવ્યું છે કે, વૈભવી જીવનશૈલી જાળવવા માટે, ઈ-કોમર્સ અને ઓનલાઈન વ્યવહારો દ્વારા કરોડો રૂૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2025 માં તપાસ દરમિયાન, ચાર આરોપીઓ - મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાશીફ મકબુલ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને ઓમ રાજેન્દ્ર પંડ્યા - ની ઊઉ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી," રિલીઝમાં જણાવાયું છે. એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે 17 નવેમ્બરના રોજ 2.13 કરોડ રૂૂપિયાની ત્રણ સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી હતી.