For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RTO દ્વારા બાઇક માટેની PH સિરીઝનો ગુરુવારથી ઓનલાઇન ઓક્શનનો પ્રારંભ

04:03 PM Jul 29, 2025 IST | Bhumika
rto દ્વારા બાઇક માટેની ph સિરીઝનો ગુરુવારથી ઓનલાઇન ઓક્શનનો પ્રારંભ

Advertisement

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટરસાઇકલ પ્રકારના વાહનો માટે GJ-03-PH સિરીઝનું ઓનલાઈન ઓક્શન તા.31/07/2025થી શરૂૂ કરવામાં આવનાર છે. આથી GJ-03-PH તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહનમાલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કર્યા બાદhttp://parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન ઓક્શનમાં ભાગ લઈ શકશે. આ ઓક્શનમાં ગોલ્ડન-સિલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા તા.31/07/2025ના સાંજે 04 કલાકથી તા.06/08/2025 સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.06/08/2025ના સાંજે 04:01 કલાકથી તા.08/08/2025ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 04:15 કલાકે પરીણામ ઓનલાઇન જાહેર થશે. અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે parivahan.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું.

ત્યાર બાદfancy number booking પર ક્લિક કરીને પબ્લિક યુઝર પર આઈ.ડી. બનાવવાનું રહેશે. અને સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ તેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ હરરાજીમાં ભાગ લઈ શકાશે. ત્યાર બાદ પાંચ દિવસમાં હરરાજીની બાકીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીઓથી એપ્રુવલ લઈ નંબર મેળવી વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement