રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટ્રાફિક નિયમન તોડતા વાહનચાલકો સામે દંડાત્મક પગલાં ભરતું RTO: એક માસમાં રૂા.40.71 લાખ દંડ વસૂલાયો

06:25 PM Dec 13, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટની જિલ્લા આરટીઓ કચેરી દ્વારા ટ્રાફીક નિયમનનું ઉલ્લંઘન કરતા નાના મોટા બેદરકાર વાહન ચાલકો સામે લાલ આંખ કરાઈ હોય તેમ રોજ દંડાત્મક પગલાં ભરાઈ રહ્યાં છે. આ અંગે વધુ વિગતો આપતા આરટીઓ અધિકારી કેતન ખપેડે ગુજરાત મિરરને જણાવ્યું હતું કે ગત નવેમ્બર મહિના દરમિયાન આરટીઓની ટીમ દ્વારા કુલ 799 જુદા જુદા કેસો કરીને વાહન ચાલકો પાસેથી રૂા.40 લાખ 71 હજાર 673 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. વાહન ચાલકો સામે કરાયેલા જુદા જુદા દંડોમાં જરૂરી ટેક્ષ ભર્યા વગર રોડ પર દોડતાં 15 વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂા.4,37812 દંડ વસૂલાયો છે.
સૌથી વધુ ઓવર લોડીંગમાં નિકળેલા 134 વાહનો પાસેથી 18 લાખ 8 હજાર 319 દંડ વસુલાયો હતો. ઓવર ડાઈમેન્શનના 72 કેસ દ્વારા 479542 રૂપિયા, કલેન્ડેન સ્ટાઈન ઓપરેશન દરમિયાન 56 કેસ કરી 5.60 લાખ દંડ વસુલાયો છે.

Advertisement

સીટબેલ્ટ, હેલ્મેટ અને ચાલુ મોબાઈલે વાહન હંકારવા જેવા ટ્રાફીક નિયમન ભંગ બદલ 87 સામે કેસ કરી રૂા.44 હજાર દંડ વસુલાયો છે. રીફલેકટર અને રેડીયમ પટ્ટી લગાડયા વગર વાહન ચલાવી અકસ્માતો નોતરતા 60 બેદરકાર વાહનો પાસેથી રૂા.60 હજાર દંડ વસુલાયો હતો. થર્ડ પાર્ટી વીમા વગર જાનના જોખમે વાહન ચલાવતાં 34 ચાલકોને રૂા.68 હજારનો દંડ ફટકારી વસુલાત કરાઈ હતી. બેફામ ગતિએ વાહન ચલાવનાર 131 વાહન ચાલકો પાસેથઈ રૂા.275500 અને ભયજનક રીતે વાહન ચલાવનાર 13 સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂા.32500નો દંડ વસુલાયો હતો.
પીયુસી વગર નિકળેલા 64 પાસેથી રૂા.32 હજાર અને ફિટનેશ વગર વાહન ચલાવનાર 46 શખ્સો પાસેથી રૂા.2.30 લાખ દંડ વસુલાયો હતો. આરટીઓ અધિકારીએ વધુમાં જણાવ્યા મુજબ નવેમ્બર મહિનામાં ઓવરસ્પિડથી વાહન ચલાવનાર કુલ 131 સામે અને ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 43 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRTO
Advertisement
Next Article
Advertisement