રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટેક્સ નહીં ભરનાર 1223 વાહન માલિકોને RTOની નોટિસ

04:37 PM Jul 31, 2024 IST | admin
Advertisement

રૂા.7 કરોડની વસુલાત કરાઇ: 421 ચાલકોને રિમાઇન્ડર: ગ્રામ્યમાં 23 કેસમાં રક્મ ભરપાઇ થઇ

Advertisement

રાજકોટ જિલ્લામાં દિવસે-દિવસે નવા વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. પરંતુ જેટલો ઉત્ત્સાહ વાહનોની ખરીદીમાં વાહન ચાલકો દાખવી રહ્યા છે. એટલો ઉત્સાહ ટેક્સ ભરવામાં નહીં દાખવતા રાજકોટ આરટીઓ દ્વારા આવા ટેક્સદારો સામે લાલ આંખ કરવામાં આી છે. અને 1232 જેટલા વાહન ચાલકોને નોટીસ ફટકારી ટેક્સની ભરપાઇ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

આરટીઓ કચેરીના જણાવ્યા મુજબ વર્ષોથી વાહનોનો ટેક્સ ન ભરનાર અને સરકારી લેણાની ભરપાઇ ન કરનાર વાહન માલિકોને નોટીસ આપવામાં આવી છે. જેમાં કચેરીના નાયબ મામલતદાર દ્વારા રેવન્યુ રિક્વરી સર્ટીફિકેટની 1223 જેટલી નોટીસ આપવામાં આવી હતી. તેમાંથી સ્કુલ બસની રૂા.40,582 ટેક્સી વાહનની રૂા.7,21,346 મેક્સી વાહનની રૂા.7,50,158 ગુડસ વાહનની રૂા.26,40,576 એક્સકેવેટરની રૂા.12,69,342 અને સ્પેશ્યલ ક્ધસ્ટ્રક્શન વ્હીક્લ પાસેથી રૂા.45,85,432ની વસૂલાત કરવામાં આવી છે.

આમ ઉપરોક્ત તમામ 243 જેટલા વાહનોની કુલ રક્મ રૂા.1,00,07,438 કરોડની બાકી રહેલા વાહનોની ટેક્સની રક્મની વસુલાત કરવામાં આવેલ છે. ઉપરાંત બાકી રહેલ 421 વાહન માલિકોને રીમાઇન્ડર અન્ે ક્લમ 152 હેઠળ નોટીસ પાઠવવામાં આવી છે. વધુમાં જણાવાયું છે કે, મામલતદાર વિછિંયા, ગોંડલ, જેતપરુ, રાજકોટ ગ્રામ્ય અને ઉપલેટ દ્વારા 23 જેટલા કેસોમાં વસુલાત માટે બોજા નોંધ કરી મિલકતોની વિગત આપવા સુચના આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં મોંઘાદાટ વાહનો ખરીદવાનો ક્રેઝ વધી ગયો છે. તેમજ જિલ્લામાં દૈનિક નાના-મોટા હજારો વાહનો શો-રૂમમાંથી છુટી રહ્યા હોવાની નોંધણી થઇ રહી છે. ત્યારે ટેક્સ નહીં ભરનાર વાહન માલિકો સામે આરટીઓ દ્વારા ક્ડક હાથે કામગીરી કરવામાં આવી રહી હોય. બાકી ટેક્સદારોમાં ફફડાટ ફેલાયો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRTO
Advertisement
Next Article
Advertisement