RTO દ્વારા બાઇક માટે PE અને કારની PD સિરિઝ જાહેર
મોટરકારનાં ગોલ્ડ-સિલ્વર નંબરનું 29મી અને મોટર સાઇકલનું 30મીથી રી-ઓક્શન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટર કાર પ્રકારના વાહનોની જીજે-03-પીડી સિરીઝના બાકી રહેતા ગોલ્ડ-સીલ્વર નંબરનું 29મીએ રીઓકશન અને મોટર સાયકલ પ્રકારના વાહનોની જીજે-03-પીઇ સિરિઝનાં બાકી રહેતા ગોલ્ડ સિલ્વર નંબરનું રીઓશન 30મીએ શરૂ થશે. ગોલ્ડ-સિલ્વર નંબર મેળવવા ઇચ્છુક વાહન માલીકો તેમનાં વાહનનું રજીસ્ટ્રેશન કરી ઓન રજીસ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઇ શકશે.મોટર સાયકલની સીરિઝ GJ-03-PE તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન રીઇ-ઓકશન થશે.
ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર મેળવવા માટે તા.30/03/2025 સાંજે 04:00 કલાક થી તા.02/04/2025 સાંજે 04:00 કલાક સુ ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.02/04/2025 સાંજે 04:01 કલાક થી તા.04/04/2025 ના સાંજે 04:00 કલા સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.04/04/2025 સાંજે 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે.
મોટર કારની સીરિઝ GJ-03-PD સીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગૌલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન રીઇ-ઓકશન થશે. ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે તા.29/03/2025 સાંજે 04:00 કલાક થી તા.01/04/2025 સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.01/04/2025 સાંજે 04:01 કલાક થી તા.03/04/2025 ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.03/04/2025 સાંજે 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે.
નોધ. વાહન વેચાણ તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ કોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે.સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી.