For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RSS શતાબ્દી વર્ષ, રાજકોટમાં 35 સ્થાનો પર ઉજવાશે વિજયાદશમી ઉત્સવ

04:34 PM Sep 30, 2025 IST | Bhumika
rss શતાબ્દી વર્ષ  રાજકોટમાં 35 સ્થાનો પર ઉજવાશે વિજયાદશમી ઉત્સવ

સંઘના સ્વયંસેવકો બેન્ડ, કરાટે, યોગ, લાઠી દાવ, સાંધિક ગીત સહિતના સામૂહિક કાર્યક્રમ કરશે

Advertisement

મરાઠી, બંગાળી, રાજસ્થાની સહિતના વિવિધ પ્રાંતના લોકોને પણ આમંત્રણ, નગરજનોને ઉમટી પડવા આહવાન

વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સમગ્ર દેશમાં શતાબ્દી વર્ષની ઉજવણી થવાની છે ત્યારે રાજકોટ મહાનગરમા આ વર્ષે પાંચ વિસ્તારના 35 નગરમાં 36 સ્થાનો પર વિજયાદશમી ઉત્સવ ઉજવાશે. આ સાથે જ રાજકોટમા સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂૂઆત થશે.

Advertisement

રાજકોટમા વિજયાદશમી ઉત્સવમાં સંઘના સ્વયંસેવકો નિ યુદ્ધ (કરાટે). યોગ, લાઠી દાવ સહિતના શારીરિક કાર્યક્રમો રજૂ કરશે. કાર્યક્રમમા શસ્ત્રપૂજન થશે. પોતાના વિસ્તારની નજીકના વિસ્તારમાં થનારા વિજયાદશમી ઉત્સવમાં સહપરિવાર ઉપસ્થિત રહી સંઘ શતાબ્દી વર્ષની ઉજવણીમાં જોડાવા રાજકોટના શહેરીજનોને જાહેર નિમંત્રણ છે.

આ વર્ષે સંઘ સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા હોવાથી સ્વયંસેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજયદશમી ઉત્સવમાં સ્વયંસેવકોએ ગણવેશમાં ઉપસ્થિત રહેવાનું હોવાથી લોકો મોટી સંખ્યામાં ગણવેશ બનાવી રહ્યા છે. આ માટે રાજકોટ મહાનગરના અલગ અલગ સ્થળે ભાંડર વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં દરરોજ ગણવેશ લેવા માટે લોકો આવી રહ્યા છે. કાર્યક્રમની તૈયારીના ભાગરૂૂપે દરરોજની શાખામાં સાંધીક કાર્યક્રમનો અભ્યાસ થઇ રહ્યો છે જુદી જુદી ગરબી મંડળમાં શસ્ત્રપૂજનના કાર્યક્રમો થઈ રહ્યા છે. કેટલાક કાર્યક્રમ સ્થળ પર ગૌ આધારિત વસ્તુઓ તેમજ સેવા ભારતીના મહિલા સ્વાવલંબન કેન્દ્રના બહેનોએ બનાવેલી વસ્તુઓનું વેચાણ પણ થશે.

રાજકોટમાં રહેતા મરાઠી, બંગાળી, રાજસ્થાની સહિતના વિવિધ પ્રાંતના લોકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કરાયા છે.આનંદ નગરના વિજયાદશમી ઉત્સવમાં વાલ્મિકી સમાજની દીકરીઓ દીપ પ્રાગટ્યથી કરીને ઉત્સવનો પ્રારંભ કરાવશે, આ સાથે સામાજિક સમરસતાનો સંદેશ આપશે. લક્ષ્મી નગરની આસપાસની શાળાઓ આ કાર્યક્રમ નિમિત્તે ખાસ તૈયાર કરેલી પંચ પરિવર્તનની પ્રદર્શની વિજયાદશમી ઉત્સવના સ્થળે લગાવશે.

વિજયદશમી વિવિધ કાર્યક્રમોમા અતિથિ વિશેષ તરીકે રમેશભાઈ ઠક્કર(શ્રીજી ગૌશાળા-જલારામ હોસ્પિટલ), ડો. દુષ્યંત સાકરીયા, (મીરેકલ હોસ્પિટલ), અજુદીદી (બ્રહ્મા કુમારી), રામકૃષ્ણ આશ્રમના સંત , વિરમભાઈ રાઠોડ( કોસ્મિક સ્કૂલ), પરેશભાઈ ગજેરા (બિલ્ડર એસોસિએશન), ડો નિલેશ ભીમજીયાણી (લોટસ હોસ્પિટલ) મનસુખભાઈ સુવાગીયા (જળક્રાંતિ ટ્રસ્ટ). ડો.વિવેકભાઈ સિહાર (સિંહાર સ્કૂલ) ડો ધવલ સોંદરવા (મોટીવેશનલ સ્પીકર) અનિલ મહારાજ (વાલ્મિકી સંત સમિતિ) પૂ.પા.ગો. 108 અભિષેકલાલજી મહારાજ( વલ્લભાશ્રય હવેલી) હીમાંશુભાઈ માંકડ (સામાજિક કાર્યકર), ડો. જશવંતરાય સવજીયાણી, ડો. ખ્યાતિબેન વસાવડા ( કેન્સર નિષ્ણાત), રાજેશભાઈ મહેતા (સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ) ગૌતમભાઈ પટેલ( અક્ષર સ્કૂલ), શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદી (વિદ્યા કલ્યાણ ધામ) વિમલ ભાઈ કપૂર ( વિદ્યાનીકેતન સ્કૂલ ). મોહનભાઈ ગઢવી (ધર્મેશ્વર મહાદેવ), વિરલભાઈ પાનસુરીયા (સ્પીડવેલ હાઇટ્સ). ડો સીતાપરા( બાળ રોગ નિષ્ણાત), ભૌમિત ભાઈ ડોબરીયા (કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ). રમેશભાઈ પાંભર (એસ કે પી સ્કૂલ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રાજકોટમા યોજાનારાઆ વિજયાદશમી ઉત્સવની શૃંખલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના મા. સંઘચાલકજી ડો. જયંતીભાઈ ભાડેશીયા, પ્રાંત કાર્યવાહ ડો. મહેશભાઈ ઓઝા, પ્રાંત સહકાર્યવાહ દેવેન્દ્રભાઈ દવે, પ્રાંત સંપર્ક પ્રમુખ જીતુભાઈ ભીંડી, પ્રાંતના અન્ય અધિકારીઓ કુમનભાઈ ખૂંટ અને દિલીપભાઈ રાડીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.રાજકોટ શહેરમાં નીચે મુજબ સ્થળોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ થશે.

નટરાજ વિસ્તાર: રામકૃષ્ણ નગર- પંચનાથ ટાગોર રોડ- મહિલા કોલેજ-150 રીંગ રોડ -નાના મવા રોડ - કાલાવડ રોડ-રૈયા રોડ નાણાવટી ચોક- રૈયા ધાર વિ
(1) નંદ નગરમાં 2 ઓક્ટોબરે 5.15. કલાકે, શિલ્પન ઓનીક્સ સામેનું છખઈ મેદાન ખાતે (2) રામકૃષ્ણ નગરમાં 5 ઓકટોબર ના 5.30 કલાકે વિરાણી સ્કૂલ મેદાન ખાતે (3) રેયા નગરમા 5 ઓકટોબરે 5.30 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ મેદાન રૈયા રોડ ખાતે (4) મુંજકા નગરમાં 2 ઓક્ટોબરે સાંજે 5 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી પાર્ટી પ્લોટ ખાતે (5) નટરાજ નગરમાં 5 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે જીજાબાઈ મહિલા સ્નાનાગાર પાસેનું મેદાન, ગુંજન બસેરાની સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે (6) વૃંદાવન નગરમાં ર ઓક્ટોબરે સાંજે 5.30 કલાકે સરદાર બાગ, સરદાર રોડ, રાજ રેસીડેન્શીની બાજુમાં નનામવા રોડ રાજકોટ ખાતે (7) પુષ્કર નગર 2 ઓક્ટોબરે 5.50 કલાકે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વિર્ધાથી ભુવન, કવિ અમૃત ઘાયલ કોમ્યુનીટી હોલ પાસે, જગઊં સ્કુલ પાછળ. યુનિ.રોડ, રાજકોટ ખાતે (8) પંચવટી નગરમાં 5 તારીખે 5 વાગ્યે હાઉસિંગ બોર્ડ ગાર્ડન ખાતે

વર્ધમાન વિસ્તાર: ગોંડલ રોડ- ઢેબર રોડ- કેનાલ રોડ રામનાથ પરા- રણુજા કોઠારીયા રોડ સ્વાતિ સોસાયટી આનંદ નગર સોરઠીયાવાડી ગુંદાવાડી સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ. (1) વર્ધમાન નગર 5 ઓક્ટોબરે સાંજે 5 કલાકે પવન પુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ ખાતે (2) આનંદ નગરમાં 4 ઓકરોબરે રાત્રે 9 વાગ્યે રામેશ્વર મંદિર ચોક, પટેલનગર વસ્તી ખાતે (3) રણુજા નગર 5 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે બુધવારીનું મેદાન ખાતે...

મારુતિ વિસ્તાર : રેસકોર્સ જૂનું એરપોર્ટ સુભાષ નગર હનુમાન મઢી ચોક ગાંધીગ્રામ અયોધ્યા ચોક માધાપર રેલનગર જંકશન પોપટ પરા શીતલ પાર્ક. (1) માધાપર નગર 3 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર માધાપર ખાતે (2) અયોધ્યા નગરમાં ર ઓકટોબર સાંજે 5 વાગ્યે શીતલ પાર્ક બસ સ્ટોપથી આગળ, આર.કે વર્લ્ડ ટાવર વાડી શેરી, દ્વારકાધીશ હાઈટ સામે, 150 ફૂટ રિંગ રોડ રાજકોટ ખાતે (3) પુનીતનગરમા 5 તારીખે સાંજે 5 વાગ્યે ભરતી નગર 4 ગાંધીગ્રામ ખાતે (4) વાલ્મીકી નગરમાં 5 તારીખે સાંજે 5 વાગ્યે તોપખાના ગ્રાઉન્ડ, જંક્શન પ્લોટ મેઈન રોડ, મોરબી હાઉસ પાસે, જામનગર રોડ રાજકોટ (5) મારુતિ નગરમાં 5 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે ઈન્દોર સ્ટેડિયમ પાર્કિંગ (6) શિવાજી નગરમાં 5 તારીખે સાંજે 5 વાગ્યે વેકરીયા ચોક ઇસ્કોન આશ્રમ રેલનગર ખાતે

લક્ષ્મી વિસ્તાર: રેલવેના પાટા થી કૃષ્ણનગર ગોકુલધામ સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ મવડી રોડ લક્ષ્મીનગર ચંદ્રેશ નગર રાજનગર હોલ મહુડી ગામ વાવડી મટુકી ચોક સુવર્ણ ભૂમિ અબિકા ટાઉનશીપ મોટા મોવા કણકોટ (1) લક્ષ્મીનગરમાં ર તારીખે સાંજે 5 વાગ્યે ચંદ્રેશનગર શાક માર્કેટનું મેદાન, સરદાર ભવન સામે, ખીજડાવાડો રાજકોટ ખાતે. (2) કૃષ્ણ નગરમાં 5 તારીખે સાંજે 5.30 કલાકે ગોકુલધમ સોસાયટી ગાર્ડન ખાતે (3) અંબિકાનગરમાં 4 ઓકટોબર સાંજે 5:30 કલાકે શ્રીનાથધામ હવેલીની બાજુનું મેદાન, સ્પીડવેલ ચોક, અબિકા ટાઉનશિપ. રાજકોટ. (4) બાલાજીનગરમાં 5 તારીખે સાંજે 5.30 કલાકે ઓમ નગર સર્કલ, ઉનતી પ્લોટ સામે, સાગર ચોક, બાલાજી હોલ પછી.

રણછોડ વિસ્તાર: રતનપર જય જવાન નગર સેટેલાઈટ ચોક જુનો મોરબી રોડ કુવાડવા રોડ રણછોડ નગર થોરાળા ભાવનગર રોડ આજી માંડા ડુંગર મહિકા ગામ. (1) વેલનાથ નગરમાં 5 ઓક્ટોબરે 5.30 કલાકે રાજ હાઈટસની સામેનું મેદાન બગીચાની બાજુમાં ડી માટે વાળો 50 ફૂટ રોડ (2) આજી નગરમાં 5 ઓક્ટોબરે સાંજે 4:30 કલાકે માનસરોવર મહાદેવ મંદિર ખાતે (3) થોરાળા નગરમાં 5 તારીખે 5.30 વાગ્યે સરદાર સ્કુલના મેદાન ખાતે (4) રણછોડ નગરમાં 5 ઓક્ટોબરે 5 વાગ્યે અટલ બિહારી ઓડિટોરિયમ સામેનુ મોટા વડવાળું મેદાન (5) વેલનાથ નગરમાં 5 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે રાજ હાઈટસની સામેનું મેદાન બગીચાની બાજુમા ડી માટે વાળો 50 ફૂટ રોડ ખાતે (6) રતનપર નગરમાં 5 તારીખે સાંજે 5 વાગ્યે રામચરિત મંદિર, રતનપર ગામ ખાતે.રાજકોટના શહેરીજનોને પોતાના વિસ્તારના નજીકના કાર્યક્રમોમાં અચૂક પધારવા અને સંઘ શતાબ્દીની ઉજવણીની શરૂૂઆતના સાક્ષી બનવા ભાવભર્યું નિમંત્રણ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement