ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૈન તીર્થ ક્ષેત્ર પાલિતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂા.52 કરોડ મંજૂર

04:56 PM Feb 04, 2025 IST | Bhumika
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણા ને જોડતા 800 મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે રૂૂ. 51.57 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી એ તાજેતરમાં રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૂૂ. 2269 કરોડ ફાળવ્યા છે.

Advertisement

આ હેતુસર જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને તે રકમમાંથી 40.50 કરોડ રૂૂપિયા 24.90 કિ.મી લંબાઈના 6 રસ્તા અને પૂલોના કામો માટે મંજૂર કરવામાં આવેલા છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 51.57 કરોડ રૂૂપિયા પાલીતાણાને જોડતા 800 મીટરના માર્ગો પર નવા રસ્તા, પુલો માટે મંજૂર કર્યા છે. જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને સુદ્રઢ અને સુવિધાયુક્ત રોડ કનેક્ટિવિટી પૂરી પાડવા મુખ્યમંત્રીશ્રીએ સમગ્રતયા 25.70 કિ.મી. માર્ગો માટે કુલ રૂૂ. 92.07 કરોડ અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી પાલિતાણા જૈન તીર્થમાં આવતા પદયાત્રીઓ તથા વાહનથી જતા દર્શનાર્થીઓને ઘણી સલામતી તથા સુલભતા પ્રાપ્ત થશે.

એટલું જ નહિ, આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી યાત્રાધામનું અંતર ઘટશે અને પાલીતાણા શહેરમાં જવાના રસ્તા માં આવેલા પાલીતાણા-તળાજા રસ્તાના જંકશન પોઇન્ટ પર વારંવાર થતી ટ્રાફીક જામની સમસ્યાનું નિવારણ થશે.

આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપારીઓને પણ લાભ થશે તથા પાલીતાણા તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ મળશે.

Tags :
gujaratgujarat newsPalitanaPalitana news
Advertisement
Next Article
Advertisement