RTO દ્વારા અલગ-અલગ કેસમાં રૂા.50.32 લાખનો ચાંદલો દેવાયો
રાજકોટની જિલ્લા આરટીઓ કચેરી દ્વારા ટ્રાફીક નિયમનનું ઉલ્લંઘન કરતા નાના મોટા બેદરકાર વાહન ચાલકો સામે લાલ આંખ કરાઈ હોય તેમ રોજ દંડાત્મક પગલાં ભરાઈ રહ્યાં છે. આ અંગે વધુ વિગતો આપતા આરટીઓ અધિકારી કેતન ખપેડે ગુજરાત મિરરને જણાવ્યું હતું કે ગત ઓગસ્ટ મહિના દરમિયાન આરટીઓની ટીમ દ્વારા કુલ 1445 જુદા જુદા કેસો કરીને વાહન ચાલકો પાસેથી રૂૂા.50 લાખ 32 હજાર 908 રૂૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. વાહન ચાલકો સામે કરાયેલા જુદા જુદા દંડોમાં જરૂૂરી ટેક્ષ ભર્યા વગર રોડ પર દોડતાં 13 વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂૂ.2,58,908નો દંડ વસૂલાયો છે.સૌથી વધુ ઓવર સ્પીડના કેસમાં 472 વાહનો દંડાઈને રૂૂ.9 લાખ 19 હજાર 500નો દંડ વસુલાયો હતો. ઓવર ડાઈમેન્શનના 36 કેસ દ્વારા 2,36,500 રૂૂપિયા અને કલેન્ડેસ્ટાઈન ઓપરેશન દરમિયાન 36 કેસ કરી રૂૂ.2,68,500નો દંડ વસુલાયો છે.વાઈટ લાઈટ-રોંગ લેન ડ્રાયવીંગના 68 કેસ નોંધાયા હતા.
સીટબેલ્ટ, હેલ્મેટ અને પીયુસી, વીમા વગર વાહન હંકારવા જેવા ટ્રાફીક નિયમન ભંગ બદલ 339 સામે કેસ કરી રૂૂા.3,30,00નો દંડ વસુલાયો છે. રીફલેકટર અને રેડીયમ પટ્ટી લગાડયા વગર વાહન ચલાવી અકસ્માતો નોતરતા 33 બેદરકાર વાહનો પાસેથી રૂૂા.33 હજારનો દંડ વસુલાયો હતો. થબેફામ ગતિએ વાહન ચલાવનાર 472 વાહન ચાલકો પાસે રૂૂ.9 લાખ 19 હજાર 500નો દંડ વસુલાયો હતો.