For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યના 61 રસ્તા પહોળા કરવા માટે 2995 કરોડની રકમ મંજૂર

11:50 AM Nov 18, 2024 IST | admin
રાજ્યના 61 રસ્તા પહોળા કરવા માટે 2995 કરોડની રકમ મંજૂર

21 રસ્તા ફોરલેન, 7 અને 10 મીટરના માર્ગો પહોળા કરાશે

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવાના માટે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માર્ગ મકાન વિભાગને આવા માર્ગો પહોળા કરવા દિશા નિર્દેશો આપ્યા છે.

આ હેતુસર તેમણે 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા રૂૂ.1646.44 કરોડ મંજૂર કર્યા છે.
એટલું જ નહિં, 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂૂ. 580.16 કરોડ અને 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને 7 મીટર પહોળા કરવા રૂૂ. 768.72 કરોડની રકમ મંજૂર કરી છે.
સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે સમગ્રતયા રૂૂ. 2995.32 કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને કારણે વાહન વ્યવહારમાં સરળતા સાથે પ્રજાજનોની સલામતી અને સુખાકારીની દિશામાં વેગ આવશે અને રાજ્યની વિકાસયાત્રાને પણ વધુ ગતિ મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement