પોરબંદર-કાલાવડ હાઇવેને અપગ્રેડ કરવા 1271 કરોડની રકમ મંજૂર
119.50 કિમીના ખંડને પેવ્ડ શોલ્ડર સાથે 2 લેનમાં અપગ્રેડ કરવામાં આવશે
ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151K ના પોરબંદર-ભાણવડ-જામજોધપુર-કાલાવડના સમગ્ર 119.50 કિમીના ખંડને પેવ્ડ શોલ્ડર સાથે 2-લેનમાં અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકારે રૂૂ. 1271.02 કરોડના ખર્ચને મંજૂરી આપી દીધી છે.
આ પ્રોજેક્ટ પોરબંદર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 સાથેના જંક્શનથી શરૂૂ થશે અને ભાણવડ, જામજોધપુરને જોડશે અને કાલાવડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-927ઉ સાથેના જંક્શન પર સમાપ્ત થશે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151K ત્રણ મહત્વપૂર્ણ ધોરીમાર્ગો એટલે કે પોરબંદર-ખંભાળિયા (NH-927K), જૂનાગઢ-જામનગર (NH-927D) અને રાજકોટ-પોરબંદર (NH-27) વચ્ચે કનેક્ટર તરીકે કામ કરે છે.
ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ, 8 મોટા પુલો અને 10 બાયપાસ સાથે આ ધોરીમાર્ગનું અપગ્રેડેશન ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આનાથી પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને લોકો માટે મુસાફરી વધુ સુગમ અને સુરક્ષિત બનશે.