જેતપુરના કણકિયા પ્લોટના બંધ મકાનમાંથી રૂા.1.20 લાખની ચોરી
6 કલાક બંધ રહેલા મહિલાના મકાનમાં થયેલ ચોરીમાં જાણ ભેદુ હોવાની શંકા
જેતપુરના કણકીયા પ્લોટમાં રહેતી મહિલા 6 કલાક બધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.મહિલાએ મજુરી કામ કરી બચત કરેલી રકમ અને દાગીના સહીત રૂૂ.1.20 લાખની મતા ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ચોરીના બનાવમાં કોઈ જાણ ભેદુ હોવાની શંકા વ્યક્ત કરવમાં આવી છે. જેતપુરના કણકીયા પ્લોટમાં રહેતી અને છુટક મજુરી કામ કરતી કાન્તાબેન વિજયભાઈ સરવૈયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે જેતપુરના કણકીયા પ્લોટમાં રહે છે અને છુટક મજુરી કામ કરે છે.
ગત તા 2/1 ના રોજ તે પોતાનું મકાન બંધ કરી સવારે 7 વાગ્યે મજુરી કામ માટે ગયા બાદ બપોરે 1 વાગે જમવા આવ્યા ત્યારે તેમના મકાન નું તાળું તૂટેલું જોયું હતું અને તપાસ કરતા મકાનમાં રાખેલ તિજોરી માંથી સોનાના દાગીના તેમજ મજુરી કામ કરી બચત કરેલી રોકડ સહીત રૂૂ.1.20 લાખનો મુદ્દામાલ કોઈ ચોરી ગયું હતું.આ મામલે જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.