પુત્રના પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારે ધમકી આપતા માતાએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ
રાજકોટમાં બનેલી ઘટના : ત્રણ દિવસ પૂર્વે પુત્ર યુવતીને ભગાડી જતા જાનથી મારી નાખવાની ધમકીથી પગલું ભર્યાનો આરોપ
રાજકોટમા કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલી આદિત્ય હાઉસીંગ સોસાયટીમા રહેતો યુવાન 3 દિવસ પુર્વે સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોકમા રહેતી યુવતીને ભગાડી ગયો હતો. પુત્રના પ્રેમપ્રકરણમા યુવતીના પરીવારે માતાને ધાક ધમકી આપતા પુત્રના પ્રેમ પ્રકરણમા જનેતાએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે. પ્રૌઢાના આપઘાતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલી આદિત્ય હાઉસીંગ સોસાયટીમા રહેતા ઉષાબેન કિશોરભાઇ જાની નામના પર વર્ષના પ્રૌઢા ગત તા. 13 ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામા પોતાની બિલ્ડીંગમા હતા ત્યારે છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી.
ઘટનાને પગલે સ્થાનીક લોકો એકઠા થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા ઉષાબેન જાનીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા જયા તેમની સારવાર કારગત નિવડે તે પુર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિર્વસીટી પોલીસને જાણ કરતા યુનિર્વસીટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢાના મૃતદેહને પીએમ માટે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
આ અંગે પ્રાથમીક પુછપરછમા ઉષાબેન જાનીના પતિ કિશોરભાઇ જાની કર્મકાંડનુ કામ કરે છે અને તેમને સંતાનમા બે પુત્ર છે. મોટા પુત્ર મિલન જાનીને સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે રહેતી પાયલ જલા સભાડ નામની એક યુવતી સાથે પ્રેમ સબંધ હતો અને 3 દિવસ પુર્વે જ મિલન જાની પાયલ સભાડને ભગાડી ગયો હતો.
પાયલ સભાડના પિતા જલા સભાડ, ગોપાલ સભાડ અને મેહુલ સભાડ સહીતના શખ્સો ઉષાબેન જાનીને ધાક ધમકી આપતા હતા. પુત્રના પ્રેમ પ્રકરણમા યુવતીના પરિવારે ધમકી આપતા ઉનાબેન જાની એ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી મોત વહાલુ કર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે યુનિર્વસીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.