ઉપલેટામાં 1402 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા સાથે ત્રણ ઝડપાયા: બે ફરાર
પોલીસે વાહન, મોબાઇલ સહિત 7.35 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલાઓની શોધખોળ હાથ ધરી
કડકડતી ઠંડીની સિઝનમાં વહેલી સવારે દારૂૂનું કટીંગ થાય તે પહેલા ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.આર. પટેલને મળેલી બાતમીના આધારે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડની પાછળ આવેલી ઘોડાસરા સ્કૂલ વાળી શેરીમાંથી ઇંગ્લિશ દારૂૂના જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓને દબોચી લીધા છે જ્યારે બે વ્યક્તિઓ ફોર વ્હીલ ગાડીમાં બેસી નાસી છૂટવામાં સફળ થયા હોવાનું સામે આવ્યું છે જેમાં આ રેડમાં ઉપલેટા પોલીસે કુલ 1402 નંગ ઇંગ્લિશ દારૂૂના ચપલા સાથે ત્રણ વ્યક્તિઓ, વાહન, મોબાઇલ સહિતનો કુલ રૂૂપિયા 7,35,300 ના મુદ્દામાલ કબજે કરેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ રેડમાં નાસી છૂટેલા બે વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.આર. પટેલને બાતમી મળી હતી કે, ઉપલેટા બસ સ્ટેન્ડ પાછળ ઘોડાસરા સ્કૂલ વાળી શેરીમાં દારૂૂનું કટીંગ થવાનું છે તેવી બાતમી મળી હતી જે બાદ શિયાળાની કડકડતી ઠંડીમાં દારૂૂનું કટીંગ થાય તે પહેલા તડાપ બોલાવી બાતમીના આધારે રેડ કરી હતી મુદ્દામાલ સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડેલા હતા.
આ રેડ દરમિયાન એક સફેદ કલરનું માલ વાહક વાહન તેમજ એક કાળા કલરની ફોર વ્હીલ થાર ગાડી જોવા મળી હતી જેમાં પોલીસને આવતા જોઈ માલવાહક વાહનમાંથી ડ્રાઇવિંગ સીટ પર બેઠેલ નીલ મહેશભાઈ કાલરીયા નજીકમાં ઉભી રહેલ થાર ગાડીમાં બેસી અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલ અજીત દિનેશભાઈ માંકડની સાથે ગાડીમાં બેસીને નાસી છૂટેલા હતા જે બાદ માલવાહક વાહન જી.જે.03 બી.જે.0657 નંબર ની અંદર બેઠેલા વ્યક્તિ તેમજ પાછળના ભાગે બેઠેલા બે વ્યક્તિઓની અટકાયત કરી તપાસ કરતા ઇંગ્લિશ દારૂૂના 1402 નંગ ઇંગ્લિશ દારૂૂના ચપલા મળી આવેલ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે ત્યારે આ રેડમાં મુદ્દામાલ સાથે મળી આવેલ આશિષ ઉર્ફે બાડો દિનેશભાઈ સૈજા, જયદીપ ઉર્ફે ચોબો પ્રભુદાસભાઈ શર્મા, વિશાલ ઉર્ફે લાલો વલ્લભભાઈ રાજા નામના વ્યક્તિની અટકાયત કરી હતી ત્યારે અટકાયત કરેલા વ્યક્તિઓ તેમજ નાસી છૂટેલા નીલ મહેશભાઈ કાલરીયા તેમજ અજીત દિનેશભાઈ માંકડ નામના વ્યક્તિઓ સામે પ્રોહીબિશન કલમ 66(એ)(ઈ), 166(બી), 81, 89(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતીઓ અનુસાર નાસી છૂટેલા વ્યક્તિઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ સમગ્ર કામગીરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી આર પટેલ, પી.એસ.આઈ. એસ.પી. ભટ્ટ એ.એસ.આઈ. ડી.પી. કટોચ, હેડ કોન્સ્ટેબલ કે.કે. રાઠોડ, સી.આર રોજાસરા, કોન્સ્ટેબલ મનદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ડોડીયા, સત્યપાલસિંહ જાડેજા, નૈયદીપ વાણીયા સહિતનાઓ દ્વારા આ સમગ્ર કામગીરી કામગીરીઓ કરવામાં આવી હતી.