For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાહિ ઉત્તરાધિકારી ક્રિકેટર અજય જાડેજાની સંપત્તિમાં રાતોરાત વધારો

11:53 AM Oct 19, 2024 IST | admin
શાહિ ઉત્તરાધિકારી ક્રિકેટર અજય જાડેજાની સંપત્તિમાં રાતોરાત વધારો

મહારાજા બનતા વિરાસતમાં 1450 કરોડની સંપતિ મળશે, દેશનો સૌથી અમીર સ્પોર્ટમેન બનશે

Advertisement

અજય જાડેજાની સંપત્તિમાં રાતોરાત નોંધપાત્ર વધારો થયો છે. ક્રિકેટ અને ફિલ્મોમાંથી મળેલી કમાણી ઉપરાંત, જામનગરના મહારાજા બન્યા બાદ તેને મળેલી વિશાળ વિરાસતને કારણે તેની સંપત્તિમાં ઘણો વધારો થયો છે. હવે તે દેશના સૌથી અમીર સ્પોર્ટ્સમેન બની ગયા છે અને તેની કુલ સંપત્તિ 1450 કરોડ રૂૂપિયાથી વધુ થઈ ગઈ છે. આ સાથે તેણે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે.અજય જાડેજા, ક્રિકેટ જગતમાં એક જાણીતું નામ છે. અજય જાડેજા એક સારા બેટ્સમેન અને ફિલ્ડર રહી ચૂક્યા છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી અજય જાડેજાએ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

પરંતુ ત્યારબાદ તેઓ લાઈમ લાઈટથી દૂર રહ્યા. ક્રિકેટ અને ફિલ્પ. પછી અજય જાડેજાને એક નવી ભૂમિકા મળી, હા, હવે અજય જાડેજા પોતાની રિયાસત સંભાળશે ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા અજય જાડેજો હવે મહારાજા બની ગયા છે, 12 ઓક્ટોબર, 2024ના રોજ દશેરાના શુભ દિવસે મહારાજ શત્રુશેલ્યસિંહજી દિચિજયસિંહજી જાડેજાએ જામનગર શાહી સિંહાસન માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાને ઉત્તરાધિકારી બનાવવાની ઘોષણા કરી. અજય જાડેજા માટે એ જ પળેથી જિંદગીના નવા અધ્યાયની શરૂૂઆત થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજય જાડેજાની કુલ સંપત્તિ આશરે 250 કરોડ રૂૂપિયા છે. પરંતુ, મહારાજ બન્યા પછી તેની નેટવર્થ અનેક ગણી વધી! ગઈ છે.

Advertisement

આવો જાણીએ કે મહારાજા બન્યા પછી તેની પાસે કેટલો શાહી ખજાનો હશે. મહારાજા શત્રુશૈલ્યસિંહજી, દિચિજયસિંહજી જાડેજાએ એક પત્રમાં આગામી ઉત્તરાધિકારીના રૂૂપે અજય જાડેજાને પસંદ કર્યા છે. તેમણે કહ્યું, આજે, દશેરાના દિવસે, હું ખુબ જ ખુશ છું, કેમ કે 26 માર ઉત્તરાધિકારી મળી ગયો છે. આ માટે અજપ જાડેજાને ધન્યવાદ, જેમણે મારા ઉતરાધિકારી બનવાનો આગ્રહ સ્વીકાર કર્યો.મહત્વની વાત તો એ છે કે, આ સંપત્તિ સાથે અજય જાડેજા દેશના સૌથી અમીર સ્પોર્ટ્સમેન પણ બની જશે.

આ મામલે તે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને પણ પાછળ છોડી દેશે,! જેની કુલ સંપત્તિ આશરે 1,000 કરોડ રૂૂપિયામાં આંકવામાં આવી છે. જામનગરના મહારાજા બન્યા પછી તેને! વિરાસતમાં 1450 કરોડ રૂૂપિયાની સંપત્તિ મળશે. મહારાજા અજય જાડેજા જામનગરમાં સ્થિત એક ભવ્ય મહેલમાં રહેશે. તેનું નિવાસ આધુનિક વિલાસિતા! અને પારંપરિક વાસ્તુકલાનું સર્વશ્રેષ્ઠ મિશ્રણ છે. શાહી મહેલની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા માળી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement