For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાત્રાધામ પાવાગઢની રોપ-વે સુવિધા 1 ઓગષ્ટ સુધી બંધ

04:24 PM Jul 28, 2025 IST | Bhumika
યાત્રાધામ પાવાગઢની રોપ વે સુવિધા 1 ઓગષ્ટ સુધી બંધ

પંચમહાલ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલું મહાકાળી માતાજીનું શક્તિપીઠ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો આ પવિત્ર ધામના દર્શન માટે પાવાગઢ પહોંચે છે. પરંતુ, આગામી દિવસોમાં પાવાગઢ ખાતે દર્શન માટે જનારા ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢની રોપ-વે સેવા આજથી 1 ઓગસ્ટ, 2025 સુધી બંધ રહેશે.

Advertisement

ઉષા બ્રેકો કંપની, જે પાવાગઢ ખાતે રોપ-વે સેવાનું સંચાલન કરે છે, દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બંધનો હેતુ રોપ-વેની સુરક્ષા અને સરળ કામગીરીને સુનિશ્ચિત કરવાનો છે. દર વર્ષે રોપ-વેની વાર્ષિક જાળવણી અને તપાસણી કરવામાં આવે છે, જેથી ભક્તોને સુરક્ષિત અને આરામદાયક પ્રવાસનો અનુભવ મળી રહે. આ વર્ષે આ કામગીરી માટે 5 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જે દરમિયાન રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. રોપ-વે સેવા બંધ હોવા છતાં, ભક્તો માટે મહાકાળી માતાજીના દર્શનનો માર્ગ ખુલ્લો રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ, રોપ-વે સેવા 2 ઓગસ્ટ, 2025થી રાબેતા મુજબ શરૂૂ થઈ જશે. આ દિવસથી ભક્તો ફરીથી રોપ-વેની સુવિધાનો લાભ લઈ શકશે, જે તેમને ઝડપી અને આરામદાયક રીતે મંદિર સુધી લઈ જશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement