For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટોડાની તબીબ મહિલાને સોશિયલ મીડિયામાં બીભત્સ મેસેજ કરતા રોમિયો યુવકની ધરપકડ

04:04 PM Dec 23, 2023 IST | Bhumika
મેટોડાની તબીબ મહિલાને સોશિયલ મીડિયામાં બીભત્સ મેસેજ કરતા રોમિયો યુવકની ધરપકડ

ઈન્સ્ટાગ્રામમાં મહિલા તબીબને મેસેજ કરી તેના સ્ક્રીનશોટ પતિને મોકલાવ્યા’તા

Advertisement

આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવકોને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે ત્યારે અમુક યુવાનો સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કરી છેડતી કરતા હોવાના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજકોટ નજીક મેટોડા ખાતે ક્લિનીક ધરાવતા મહિલાતબીબને છેલ્લા બે માસથી સોશિયલ મીડિયામાં બિભસ્ત મેસેજ કરી હેરાન કરતા રોમીયોની રૂરલ એલસીબીએ ધરપકડ કરી યુવકની આગવીઢબે પુછપરછ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ મેટોડા ખાતે રહેતા અને મેટોડામાં જ ક્લિનીક ધરાવતા મહિલા તબીબે બે માસ પહેલા સાઈબરક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેના સોશિયલ એકાઉન્ટ પર બે માસથી અજાણ્યો શખ્સ ફેકઆઈડી બનાવી બિભસ્ત મેસેજ કરી હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું. આ બનાવની ફરિયાદના આધારે રૂરલ એલસીબીએ મહિલા તબીબને જે ફેક આઈડી પરથી મેસેજ કરતો હતો તે યુવકને આઈડી પરથી શોધી કાઢ્યો હતો અને જામનગર રોડ બજરંગવાડી-4માં રહેતા અને પ્રાયવેટ નોકરી કરતા અભિષેક જગદીશભાઈ વસાણી ઉ.વ.28ની ધરપકડ કરી લોધીકા પોલીસના હવાલે કરી દીધો હતો.

Advertisement

પોલીસની પુછપરછમાં મહિલા તબીબના પાંચ માસ પહેલા લગ્ન થયા બાદ આરોપીએ અઢી માસ પહેલા મહિલા તબીબને ફેક આઈડી પરથી ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યા હતાં અને ત્યાર બાદ સોશિયલ મીડિયામાં મહિલા તબીબને અવાર નવાર બિભસ્ત મેસેજ અને ફોટા મોકલતો હતો તબીબ મહિલાએ આરોપીને બ્લોક કરી દેતા રોમિયોએ તેના પતિ અને પરિવારજનોને સ્ક્રીનસોટ પાડી મેસેજ કરવા લાગ્યો હતો.આ કામગીરી રૂરલ એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલ, ડી.જી. બડવા, રવિદેવ બારડ, રોહિતભાઈ, ધર્મેશભાઈ, મનોજભાઈ, પ્રકાશભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement