રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ ટેસ્ટમાં રોહિત-રવિન્દ્રએ રંગ રાખ્યો

05:25 PM Feb 15, 2024 IST | Bhumika
Advertisement

ભારત- ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ દરમ્યાન પ્રારંભીકા ધબડકા બાદ રોહીત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી લીધી હતી. રોહિત શર્માએ 11 ચોકા અને બે સિકસર સાથે 114 રન અને રવિન્દ્ર જાડેજા 6 ચોકા અને 1 સિકસર સાથે 78 રન સાથે હજુ મેદાનમાં છે.

Advertisement

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય ટીમની શરૂૂઆત સારી રહી ન હતી અને 33ના સ્કોર પર ટીમે 9મી ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. માર્ક વૂડે ટીમને પ્રથમ બે ઝટકા આપ્યા હતા અને યશસ્વી જયસ્વાલને 10ના સ્કોર પર અને શુભમન ગિલને 0ના સ્કોર પર આઉટ કર્યો હતો.આ પછી ટોમ હાર્ટલીએ પોતાની ત્રીજી ટેસ્ટ ઇનિંગ રમી રહેલા રજત પાટીદારને 5ના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. પરંતુ રોહિત અડગ રહ્યો અને વુડે તેના હેલ્મેટ પર બોલ વાગ્યા પછી પણ તે ડર્યો નહીં.

રોહિત શર્મા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ફિફ્ટી પણ ફટકારી શક્યો ન હતો. 20 જુલાઈ, 2023 ના રોજ, રોહિતે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 57 રન બનાવ્યા. હવે અહીં રાજકોટમાં, ચાર ટેસ્ટ મેચ અને 8 ઇનિંગ્સ પછી, રોહિતે ફિફ્ટી ફટકારી છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી હતી. એટલું જ નહીં રોહિતે આ ઇનિંગમાં વધુ એક ચમત્કાર કર્યો છે. જેની સાથે તે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની ક્લબમાં સામેલ થઈ ગયો છે.
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે 2000 રન પૂરા કર્યા જ્યારે તેણે રાજકોટ ટેસ્ટમાં તેનો 29મો રન બનાવ્યો. ખાસ વાત એ છે કે તે ઈંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટમાં 2000 કે તેથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. આ મામલામાં તે 9મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.

યશસ્વી જયસ્વાલ સતત સારા ફોર્મમાં હતો પરંતુ તેનું બેટ અહીં કામ કરતું ન હતું.પરંતુ શુભમન ગિલ 9 બોલમાં એક પણ રન બનાવી શક્યો નહોતો અને માર્ક વુડનો શિકાર બન્યો હતો. આ સિવાય રજત પાટીદાર કે જેમને વિશાખાપટ્ટનમમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો અને તે કંઈ ખાસ કરી શક્યો નહીં.તેમને રાજકોટમાં લાભ લેવાનો મોકો મળ્યો હતો. પરંતુ અહીં પણ તે પ્રથમ દાવમાં 5 રન બનાવીને ટોમ હાર્ટલીનો શિકાર બન્યો હતો.

 

સરફરાઝખાનને ડેબ્યુની તક મળતા પિતાની આંખો છલકાય

ઈંગ્લેન્ડ સામેની રાજકોટ ટેસ્ટમાં સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. લાંબી રાહ જોયા બાદ આખરે સરફરાઝ ખાનને ભારત તરફથી ટેસ્ટમાં રમવાની તક મળી. સરફરાઝનું આ સપનું આજે પૂરું થયું. સરફરાઝનું ભારત માટે રમવાનું સપનું તેના પિતા નૌશાદ ખાને જોયું હતું. આ જ કારણ હતું કે જ્યારે સરફરાઝને ટેસ્ટ કેપ મળી ત્યારે તેના પિતા ખૂબ જ ભાવુક દેખાતા હતા. સરફરાઝ ખાનને જ્યારે ટેસ્ટ કેપ આપવામાં આવી રહી હતી ત્યારે તેના પિતાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ટેસ્ટ કેપ મેળવ્યા બાદ સરફરાઝે તેના પિતાને ગળે લગાવ્યા અને તે પણ તેમની સાથે ભાવુક થઈ ગયો. આ દરમિયાન તેણે પોતાના પુત્રની ટેસ્ટ કેપને પણ કિસ કરી હતી. આ સાથે સરફરાઝની માતાની આંખોમાંથી પણ ખુશીના આંસુ નિકળી ગયા હતા. સરફરાઝ ખાન સાથે તેના પિતા ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. સરફરાઝ ખાનના પિતાની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર ફેન્સ પણ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મુંબઈ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર સરફરાઝ ખાન ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. 26 વર્ષીય સરફરાઝ ખાનને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. સરફરાઝ ખાનની ડોમેસ્ટિક કરિયર શાનદાર રહી છે. તેણે 45 ફર્સ્ટ ક્લાસ મેચો દરમિયાન 66 ઇનિંગ્સમાં 69.85ની શાનદાર એવરેજથી 3912 રન બનાવ્યા છે.

Tags :
cricketcricket newsgujaratgujarat newsIndia-EnglandIndia-England matchrajkotrajkot newsSportssports news
Advertisement
Next Article
Advertisement