બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં રોબોટિક સર્જિકલ ટેકનોલોજીનો પ્રારંભ
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની ખ્યાતનામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ગુણવત્તા માટે એન.એ.બી.એચ. ની માન્યતા ધરાવતી એકમાત્ર સુપર-સ્પેશ્યાલિટી હોસ્પિટલ કિડની હોસ્પિટલ છે, જ્યાં કીડનીને લગતા તમામ પ્રકારના રોગની એક છત નીચે સારવાર ઉપલબ્ધ છે. આ હોસ્પિટલ હરહંમેશ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક આધુનિક સારવાર પૂરી પાડી રહી છે. દર્દીઓને સર્જીકલ સારવાર વધુ સચોટ અને સુરક્ષિત બને તે માટે અદ્યતન રોબોટિક સર્જિકલ ટેક્નોલોજીનું ઉદ્ઘાટન રવિવાર તા. 28/09/2025 ના રોજ કરવામાં આવશે. જેથી યુરોલોજીની સારવાર માટે નવીનતમ અભિગમ આવશે. રોબોટિક સર્જરી દ્વારા જટિલ યુરોલોજીકલ તથા કિડની સંબંધિત ઓપરેશનો વધુ સચોટતા, ઝડપી રીકવરી અને ઓછા હોસ્પિટલ રોકાણ સાથે શક્ય બનશે.
રોબોટિક સર્જરી એ તબીબી ક્ષેત્રે એક ક્રાંતિકારી ટેકનોલોજી છે, જે સર્જિકલ પ્રક્રિયાઓને વધુ ચોક્કસ, સલામત અને દર્દી માટે ઓછી પીડાદાયક બનાવે છે. આ ટેકનોલોજી વિશેની કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓને દૂર કરી તેની સાચી કાર્યપ્રણાલી અને ફાયદાઓને સમજવા જરૂૂરી છે. સૌથી મહત્વની સ્પષ્ટતા એ છે કે રોબોટિક સર્જરી કોઈ રોબોટ દ્વારા કરવામાં આવતી નથી.
આ સર્જરીનું સંપૂર્ણ નિયંત્રણ અને સંચાલન એક ઉચ્ચ-તાલીમબદ્ધ અને અનુભવી સર્જનના હાથમાં જ હોય છે. સર્જન એક અત્યાધુનિક ક્ધસોલ (નિયંત્રણ કેન્દ્ર) પર બેસીને સર્જરીની પ્રક્રિયાનું સંચાલન કરે છે. આ ક્ધસોલ પર તેઓ ઓપરેશનના ક્ષેત્રની ઉચ્ચ-રીઝોલ્યુશન અને 3ઉ વિડીયો જુએ છે. રોબોટિક મશીન સર્જનના હાથની ગતિને અનુસરીને અત્યંત ચોકસાઈપૂર્વક કાર્ય કરે છે. વાસ્તવમાં, આ રોબોટિક હાથ સર્જનની કુશળતાને વધુ સુદૃઢ બનાવતું એક અત્યાધુનિક સાધન છે.
રોબોટિક સર્જરી એ મિનિમલી ઇન્વેસિવ સર્જરીનો એક પ્રકાર છે, જેનો અર્ધ છે કે તેમાં પરંપરાગત સર્જરીની જેમ શરીર પર મોટો કાપ મૂકવાની જરૂૂર પડતી નથી. આ પ્રક્રિયામાં, શરીર પર અત્યંત નાના-નાના છિદ્રો પાડીને રોબોટિક હાથ પર લાગેલા સૂક્ષ્મ સર્જિકલ સાધનો અને 3ઉ કેમેરાને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. આનાથી સર્જન શરીરના અંદરના અવયવોને સ્પષ્ટપણે જોઈ શકે છે અને માનવ હાથ કરતાં પણ વધુ સ્થિરતા અને ચોકસાઈથી જટિલ ઓપરેશન પાર પાડી શકે છે. આ ટેકનોલોજીથી શરીરના આંતરિક ભાગોને ઓછામાં ઓછું નુકસાન પહોંચે છે.
પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં રોબોટિક સર્જરી દર્દીઓ માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ છે. અને નાના કાપને કારણે ઓપરેશન પછી દર્દીને ખૂબ જ ઓછી પીડા સહન કરવી પડે છે. તેમજ દર્દી ખૂબ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ ફરી શરૂૂ કરી શકે છે. અને સર્જરી દરમિયાન અત્યંત ચોકસાઈ રહેતી હોવાથી લોહીનો બગાડ નહિવત થાય છે. તેમજ નાના કાપને કારણ ચેપ (ઈન્ફેક્શન) લાગવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. અને ઝડપી રિકવરીના કારણે દર્દીને હોસ્પિટલમાં લાંબો સમય સોવાની જરૂૂર પડતી નથી.
યુરોલોજી ક્ષેત્રે પ્રોસ્ટેટનાં કેન્સર, કિડની તથા મૂત્રાશયના કેન્સરની મોટી અને જોખમી સર્જરી, સર્જીકલ રોબોટિક સીસ્ટમ દ્વારા અત્યંત સરળતાથી અને ચોક્કસાઈ પૂર્વક કરી શકાય છે.આ વિષયના દર્દીઓને આ આધુનિક સુવિધાનો લાભ દાતાઓની સહાયથી તેમને પોષાય શકે તેવા દરે આપવાનું આયોજન બી.ટી સવાણી કિંડની હોટિપટેલ દ્વારા કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક આ પ્રકારના દર્દીઓ માટે તે આશિર્વાદરૂૂપ સાખિત થશે.
હાલમાં આ સુવિધા રાજકોટ ખાતે મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હોઈ ઘણા સક્ષમ દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જવું પડતું હોય છે. આથી આવા દર્દીઓની જરૂૂરીયાત ધ્યાનમાં લઇ એક ઉચ્ચ સુવિધાયુક્ત અલાયદા સ્પેશ્યલ અને ડીલલ રૂૂપ પણ તૈયાર કરી વિશેષ સુવિધા પ્રદાન કરવાનો પણ પ્રયત્ન કરેલ છે.